Latest

ગુજરાત રાજ્ય ના શહેરી વિકાસ મંત્રાલયની સૂચના મુજબ સ્વચ્છતા હી સેવા ના કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભ્યાન આગામી દિવસોમાં માં વધુ સઘન કરવા માટે “૬૦ દિવસ સફાઈ ઝુંબેશ” કાર્યક્રમ ને સફળ બનાવવા

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

સુરત મહાનગર પાલિકા દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવેલ હતું.  જે અંતર્ગત આજ રોજ સુરત શહેર ના તમામ ઝોનના મુખ્ય તેમજ બાહ્ય  પ્રવેશ ના માર્ગો અને તેની આસપાસ ના વિસ્તારો મા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.

સદર સંકલિત સફાઈ ઝુંબેશ દરમ્યાન માન.મ્યુનિસિપલ કમિશનરશ્રી શાલિની અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ ઈજનેર વિભાગ એ પેચવર્કની કામગીરી, ફૂટપાથ રીપેર, કર્બ સ્ટોન કલર કામગીરી,  ડ્રેનેજ વિભાગ મા ડ્રેનેજને સમારકામ, સફાઈ વગેરે, ગાર્ડન ની લાગત કામગીરી જેવી કે બીન જરૂરી ઘાસ તથા છોડના નીકાલની પ્રક્રિયા વિભાગના કર્મચારીઓ ની હાજરી મા તમામ ઝોન ખાતે ઝોનલચીફશ્રી, ઝોનલ ઓફિસરશ્રીઓ, તેમજ નાયબ આરોગ્ય અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ કરવા મા આવેલ હતી.

વરાછા ઝોન-બી મા સુરતશહેર ના મહત્વ ના વાલક પાટિયા થી કામરેજ ચાર રસ્તા અને રાટ્રીયધોરીમાર્ગ પસાર થાય છે તેવા ફ્લાયઓવર, તેની આસપાસ વિસ્તારો તેમજ માં ૩૬૨ થી વધુ સફાઈકામદારો,જેમા ૩૦ વહિકલ સહિત અન્યકર્મચારીઓ એ ડે.કમિશનરશ્રી (હેલ્થ અને હોસ્પિટલ) તેમજ આરોગ્યઅધિકારીશ્રી ના નિરીક્ષણ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

તેમજ ઈજનેર વિભાગ એ જરુરી પેચવર્કની કામગીરી, ફૂટપાથ રીપેર કરવા મા આવેલા હતા,આરોગ્ય વિભાગ ના અધિકારી એ આસપાસ ના વિસ્તારોમાં સર્વે કરી ગંદકી જણાયેલા સ્થળ પર નોટિસ આપી ને દંડનીય કાર્યવાહી પણ કરી હતી.

ઉપરોક્ત કામગીરીમાં સેન્ટ્રલ ઝોન માં આવેલ આયુર્વેદિક કોલેજ થી લઇ લાલદરવાજા સુધી  વિસ્તારમાં કૂલ ૧૨૦થી વધુ કર્મચારીઓ, વરાછા ઝોન-એ ખાતેના સણીયા હેમાદ રોડ અને તેની આસપાસ વિસ્તારોમાં ૨૦૦થી વધુ કર્મચારીઓ, કતારગામ ઝોન માં કોસાડ થી ગોથાણ તરફ ના રસ્તા તેમજ આસપાસ વિસ્તારો માં ૧૩૨થી વધુ કર્મચારીઓ, ઉધનાઝોન-એ માં તિરુપતિ સર્કલ થી રામજીવાડી સુધી  ના રસ્તા ની ૧૧૦થી વધુ કર્મચારીઓ, ઉધના ઝોન-બી ના સુરત સિટીલિમિટ થી વાંઝ ચાર રસ્તા સુધી ના તમામ જગ્યા ના  વિસ્તારોમાં ૧૬૫થી વધુ કર્મચારીઓ, અને લીંબાયત ઝોન દેવધલોકસેવા થી કુંભારિયા તરફ ના જાહેર માર્ગો ની ૧૬૬થી વધુ કર્મચારીઓ, અઠવા ઝોનના આભવા ગામ ખાતે ૧૨૦થી વધુ કર્મચારીઓ, રાંદેરઝોન માં સરોલી બ્રીજ થી રાંદેર રોડ તરફ જતા તમામ માર્ગ માં આવતા વિસ્તારોમાં ૨૨૦ થી વધુ કર્મચારીઓ મારફત કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

ઉપરોક્ત અલગ અલગ સ્થળ પર કરવામાં આવેલ સફાઈ ઝુંબેશ દરમ્યાન કુલ ૩૮.૫૦કિલો પ્લાસ્ટિક તથા ૨૮ મેટ્રિક ટન અન્ય કચરો એકત્રિત કરી તેનો યોગ્ય નિકાલ તથા પ્રોસેસિંગ કરવામાં હતું.

વધુમાં ટેકનિકલ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ૧૪૦ મશીન હૉલ, ૧૪૬ મીટર ફૂટપાથ રિપેરિંગ, તથા ૪૫સ્થળ પર પેચવર્કની કામગીરી કરવામાં આવેલ છે. આજ રોજ તમામ ઝોન ખાતે સી એન્ડ ડી વેસ્ટ નિકાલની ડ્રાઈવ કરી કુલ ૨૪૯.૫૫ મેટ્રિક ટન સી એન્ડ ડી વેસ્ટ પ્રોસેસિંગ માટે મોકલવામાં આવેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *