Latest

ડીસા પોલીસ સ્ટેશન ખાતે દાતાશ્રી પી. એન. માળી દ્વારા બનાવાયેલ બે નવીન રૂમનું રેન્જ આઈ.જી. શ્રી જે.આર. મોથલિયાના હસ્તે ઉદઘાટન કરાયું

અંબાજી મેળા દરમિયાન પોલીસ સ્ટાફ માટે જમવાની વ્યવસ્થા અને દિવ્યાંગજનો માટે રીક્ષાની સેવા પુરી પાડનારશ્રી પી. એન. માળીનું  સન્માન કરાયું

ડીસા તાલુકા પોલીસ મથક ખાતે દાતાશ્રી પી. એન. માળી દ્વારા બનાવાયેલ નવીન બે રૂમનું રેન્જ આઈ.જી શ્રી જે. આર. મોથલિયાના હસ્તે રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા અને દાતા શ્રી પી. એન. માળી સહિત પોલિસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા

ડીસા તાલુકા પોલીસ મથકમાં છેલ્લા ઘણા સમયથી કામગીરીનું ભારણ વધી ગયું હતું તેમજ જગ્યા પણ ઓછી પડતી હતી. જેથી ડીસા તાલુકા પી. આઇ. શ્રી એસ.એમ.પટણીના પ્રયાસો અને ડીસાના યુવા અગ્રણી અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રીશ્રી પી.એન. માળીના સૌજન્યથી ડીસા તાલુકા પોલીસ મથકમાં ડી સ્ટાફની કામગીરી માટે અને કોમ્પ્યુટર ઓપરેટિંગ માટે બે નવીન રૂમ બનાવવામાં આવ્યા હતા. જેનું રેન્જ આઈ.જી. શ્રી જે.આર. મોથલિયાના હસ્તે ઉદઘાટન કરાયુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અંબાજી ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન દાતા શ્રી પી.એન. માળી અને તેમના પુત્ર અક્ષય દ્વારા પોલીસ માટે મિષ્ટાન તેમજ નાના બાળકો, દિવ્યાંગો અને સિનિયર સીટીઝનો માટે ૧૫૦ થી વધારે રીક્ષાનું આયોજન કરી સેવા બજાવવામાં આવી હતી. જે બદલ તેમની સરાહનીય કામગીરીને બિરદાવી  પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ મકવાણા દ્વારા પી. એન. માળીને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ડીસા શહેર ઉત્તર, દક્ષિણ અને તાલુકા પોલીસ મથકના ત્રણેય પી.આઇ. સહિત પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. ઉદ્ઘાટન બાદ રેન્જ આઈ. જી. એ સ્થાનિક પી.આઇ. અને જિલ્લા પોલીસ વડા સાથે મુલાકાત કરી જિલ્લાની કામગીરી અંગેની સમીક્ષા તેમજ વાર્તાલાપ કર્યો હતો .

અહેવાલ પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *