કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આ વખતની સમગ્ર રાષ્ટ્રની ઊંચામાં ઊંચી 40ફૂટ ઊંચી ગણેશ મૂર્તિ મુંબઈની ખેતવાડી 11મી ગલીમા વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી શ્રીપરશુરામ ભગવાન ના સ્વરૂપમાં હાથમાં ફરશી સાથે સ્થાપના કરવામાં આવી છે. ભગવાન પરશુરામ સ્વરૂપની મૂર્તિ વિશે માહિતી આપતા ખેતીવાડી સાર્વજનિક ગણેશોત્સવ મંડળના અધ્યક્ષે જણાવ્યું હતું કે વિશ્વ ગુજરાતી સમાજના ગુજરાત રાજ્યના યુથ વિંગ પ્રદેશ એડિશનલ કો-કન્વીનર કુણાલ દીક્ષિત કે જેઓ
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)ના યુવા મહામંત્રી છે. તેમણે અમારા મંડળ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે મુંબઈ મહાનગરી ભગવાન પરશુરામની ગણાય છે
તેથી આ વખતના “મુંબઈચા મહારાજા” ને પરશુરામ ભગવાનના સ્વરૂપમાં સ્થાપના કરવી જોઈએ. તેમના પ્રસ્તાવ ને માન આપી આ વર્ષે અમે મુંબઈ ખેતવાડી 11મી ગલીમાં ભગવાન પરશુરામ સ્વરૂપમાં ફરસીધારી ગણપતિદાદાની મૂર્તિનું આગમન થયુ છે.
મુંબઈ સહિત કોંકણની આ ભૂમિ પરશુરામ ભૂમિ ગણાય છે. તાપી થી મુંબઈ સુધી પરશુરામ ભૂમિમાં ભગવાન પરશુરામના આશીર્વાદથી કોઈ મુરત જોવામાં આવતા નથી
પ્રત્યેક શુભ મુહૂર્ત જ છે તેમ સમજી આજે પણ લોકો શુભ કાર્ય કરે છે. આપણી સંસ્કૃતિની થીમ લઈને બાપાની મૂર્તિની સ્થાપના અમે કરવા જઈ રહ્યા છે. ત્યારે આવનારી પેઢી મોબાઇલમાંથી નીકળી ઇતિહાસને માણે અને સમજી શકે તેવી પરશુરામ ગુરુકુળ અને કોંકણમા આવેલી લીલીછમ ધરતીનો અનુભવ કરાવે તેવી મૂર્તિની આસપાસ ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે.