અમદાવાદ,સંજીવ રાજપૂત: NCCના DG લેફ્ટનન્ટ જનરલ ગુરબીરપાલસિંહ, AVSM VSM એ 29 અને 30 ઓક્ટોબર 2023ના રોજ ગુજરાત રાજ્યના વિવિધ NCC યુનિટની મુલાકાત લીધી હતી. તેમની સાથે NCC ગુજરાતના ADG મેજર જનરલ રમેશ શનમુગમ અને તેમનો સ્ટાફ જોડાયો હતો. તેમને 30 ઓક્ટોબર 2023ના રોજ NCCના તમામ ગ્રૂપના કમાન્ડરો દ્વારા રાજ્યમાં NCC દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
NCCના મહાનિદેશક (DG) એકતા નગર ખાતે 31 ઓક્ટોબર 2023ના રોજ નિર્ધારિત એકતા દિવસની ઉજવણી માટે NCC ટુકડીઓ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અને રિહર્સલ્સના સાક્ષી બન્યા હતા. તેમણે રાષ્ટ્રના તમામ ભાગોમાંથી આવતી NCC ટુકડીઓ દ્વારા કરવામાં આવેલા વ્યાપક પ્રયાસો અને સઘન તાલીમની પ્રશંસા કરી હતી. NCC, વિશ્વનું સૌથી મોટું ગણવેશધારી યુવા દળ હોવાને કારણે, રાષ્ટ્રીય એકતાનો સંદેશો પહેલાંથી જ ફેલાવી રહ્યું છે, કારણ કે તેમણે છેલ્લા બે મહિનામાં દેશના દરેક ખૂણે-ખૂણે આ કાર્યક્રમ માટે તેમની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.
NCCના DGને સમગ્ર રાજ્યમાં, ખાસ કરીને રાજ્યના દૂરસ્થ ભાગો, દરિયાકાંઠાના વિસ્તારો અને સરહદી નગરોમાં NCC સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
તેમણે રાજ્યની બારીકાઇને સમજવામાં ઊંડો રસ દર્શાવ્યો હતો અને NCC કેવી રીતે આ પ્રદેશની સાથે યોગ્ય રીતે સંરેખિત હોય તે પ્રમાણે તેના મુખ્ય ઉદ્દેશ્યોને આગળ વધારી શકે છે તે અંગે ચર્ચા કરી હતી.
તેમણે વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં રાજ્ય વહીવટીતંત્રના સહયોગથી NCC દ્વારા રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું તેની પ્રશંસા કરી હતી. તેમણે રક્ત પરીક્ષણો અને અન્ય તબીબી તપાસ દ્વારા આવા શિબિરોની બીજા ક્રમની અસરો પર ચર્ચા કરી હતી.
તેમણે ગુજરાત રાજ્યના તમામ વહીવટી તંત્ર દ્વારા દરેક સ્તરે આપવામાં આવતા સમર્થન બદલ તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે રાજ્યમાં વિવિધ NCC સિદ્ધિ હાંસલ કરનારાઓને ઇનામો અને મેડલ એનાયત કર્યા હતા.
તેમણે કેડેટ્સ, સંલગ્ન NCC અધિકારીઓ અને ઇન્સ્ટ્રક્શનલ સ્ટાફ સાથે તેમના દૃષ્ટિકોણ અને સૂચનો મેળવવા માટે નજીકથી સંવાદ કર્યો હતો. તેમણે NCCના “એકતા અને શિસ્ત”ના સૂત્રને સાકાર કરવા માટે ગુજરાત NCCને શક્ય હોય તેવો તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી.