શક્તિ ભક્તિ અને આસ્થા નો ત્રીવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી થી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત પર માં અંબાનુ મુળ સ્થાનક આવેલું છે.
અંબાજી ખાતે આવતા માઈ ભક્તો માતાજીનાં દર્શન કર્યાં બાદ ગબ્બર ખાતે પણ દર્શન કરવા જાય છે ત્યારે ગબ્બર ચાલતાં જવાના માર્ગ પર 999 પગથીયા ચઢીને ભકતો ગબ્બર પર્વતની પ્રદક્ષિણા કરે છે અને ઉતરવાના 765 પગથીયા ઉતરીને ગબ્બરની યાત્રા પૂર્ણ કરે છે.ગબ્બર ખાતે ઉડન ખટોલાની પણ સુવિધા આવેલી છે.
તાજેતરમાં થોડા દિવસ અગાઉ અંબાજી 108 ને કોલ મળ્યો હતો કે ગબ્બર ચાલતા જવાના માર્ગ પર વચ્ચે કોઈ યાત્રિકની તબિયત બગડી છે અને તેને છાતીના ભાગમાં દુઃખાવો ઉપડયો છે,ત્યારે અંબાજી 108 ના પાયલોટ ગુલાબસિંહ અને ઈએમટી અલકાબેન તાત્કાલિક ગબ્બર ખાતે 370 પગથીયાં ચઢીને તાત્કાલિક સારવાર આપીને દર્દીનો જીવ બચાવ્યો હતો ત્યારે 108 વિભાગ દ્વારા તેમને એવોર્ડ આપવામાં આવ્યો હતો. દાંતા તાલુકાના કુંડેલ ગામના ગુલાબસિંહ પોતાના ગામનુ અને દાંતા તાલુકાનુ નામ રોશન કર્યું હતું.
અંબાજી પ્રહલાદ પૂજારી