Latest

“હમારા તિરંગા ,હમારા અભિયાન” ની થીમ પર ભાવનગરની શાળાઓમાં ‘તિરંગા રેલી’નું આયોજન

દરરોજ રાષ્ટ્રભક્તિ અંગે રાષ્ટ્રભક્તિ ગાન, સ્લોગન રાઇટીંગ, વકૃત્વ સ્પર્ધા સહિતના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે

“હમારા તિરંગા ,હમારા અભિયાન” ની થીમ પર ભાવનગર જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં દરરોજ તિરંગા રેલી તેમજ વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં  જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. પ્રશાંત જિલોવાના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં દરરોજ ‘તિરંગા રેલી’ સાથે રાષ્ટ્રભક્તિ તેમજ  રાષ્ટ્રના  જનનાયકો અંગેના ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, રાષ્ટ્ર ભક્તિના ગીતોના સ્પર્ધા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાની વિવિધ શાળાઓ ખાતે દરરોજ આ અંગે ‘તિરંગા રેલી’ યોજાઈ રહી છે જેમાં ગામ લોકોનો પણ અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *