30 જુલાઈ 2023 રવિવારના રોજ મહિસાગર જિલ્લા ના કડાણા તાલુકા ના દિવડા કોલૉની ખાતે માનવ મહેરામણ ઉમટ્યો હતો બબ્બે મિનિસ્ટરો ની પાયલોટીંગ મા સાયરનો થી આખું ગામ ગાજી ઉઠ્યું હતું. ગુજરાત સરકાર ના નર્મદા, જળ સંપત્તિ,પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર દ્વારા નિર્મિત અને નિયામક શ્રી ગંન્થાલય ગાંધીનગર દ્વારા મંજુરી પ્રાપ્ત તેમજ જીલ્લા વહિવટ ના માર્ગદર્શન હેઠળ શ્રી હરસિધ્ધિ ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરા સંચાલિત શ્રી સાર્વજનિક પુસ્તકાલય નો શુભારંભ કરતાં માનનિય મંત્રી આદિજાતિ વિકાસ અને પ્રાથમિક, માધ્યમિક તેમજ પૌઢ શિક્ષણ શ્રીડૉ.કુબેરભાઈ ડીંડોર અને માનનિય મંત્રી શ્રી ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર કે જેઓ અન્ન-નાગરિક પુરવઠા,સામાજીક ન્યાય નું ખાતું સંભાળે છે તે બન્ને મહાનુભાવો એ રોબિન કાપી દિપ પ્રાગત્ય કરી વિધિસર પુસ્તકાલય ને ખુલ્લું મુક્યું. અઢળક પુસ્તકો જોઈને સૌ કોઇ અચંબામા પડી ગયા.
ઉદ્દઘાટન બાદ સૌ એકલવ્ય વિધાલય ના વિશાળ હોલ મા ગયા મહાનુભાવો એ સ્ટેેજ ઉપર સ્થાન લીધા બાદ બાળાઓ એ મનહરી લે તેવું સ્વાગત ગીત રજુ કર્યુ.ત્યારબાદ આવેલા મહેમાનો નું પુષ્પ ગુચ્છ-સુંદર મોમેન્ટો થી હરસિધ્ધિ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ કલ્યાણસિંહ એન.પુવાર બાપુએ સૌનું સ્વાગત કર્યુ.
અતિથિ વિશેષ તરીકે તુષારસિંહ મહારાઉલ શ્રીમંત મહારાજા ઓફ દેવગઢ બારિયા,એ.ડી.કાનાણી મુખ્ય ઈજનેરમધ્ય ગુજરાત, અધિક સચિવ જળ સંપત્તિ, શૈલેષ સોમપુરા સા.પુસ્તકાલય પાટણ, કલેક્ટર સાહેબ, દશરથસિંહ બારિયા ભા.જ.પ પ્રમુખ મહિસાગર, તા.પં.કડાણા ના પ્રમુખ કમલેશભાઈ પાદરિયા,ટીમ મંથન ના શૈલેષભાઈ પ્રજાપતિ અને તેઓ નો સ્ટાફ, ગુજરાત પુસ્તકાલય મંડળ ના પ્રતિનિધિ અને વાગરા તાલુકા પુસ્તકાલય મંડળ ના પ્રમુખ ઈશ્ર્વરસિંહ ગોહિલ હાજર રહ્યાં હતાં.
બન્ને મંત્રીશ્રીઓ એ પોતાના મનનીય વક્તવ્ય મા જણાવ્યું કે ઉત્તમોત્તમ મિત્ર જો કોઈ હોય તો તે પુસ્તક છે. લોકોમા અને વિધાર્થીઓ મા વાંચન ની રૂચિ કેળવો.અંત મા રાષ્ટ્ર ગાન બાદ સુરુચિ ભોજન લઈ સૌ છુટા પડ્યા. સફળ કાર્યક્રમ ની શુભેચ્છાઓ ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. શૈલેષ વાણીયા ‘શૈલ’ એ પાઠવી હતી.