કપિલ પટેલ દ્વારા અરવલ્લી
જૂનાગઢ ખાતે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના શુભહસ્તે જૂનાગઢ મા APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના મુખ્યાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ પ્રાકૃતિક કૃષિ શિબિરમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો. તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોએ અને હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ભાગ લીધો હતો
આ કાર્યક્રમમાં ઇફકો તેમજ ગુજકોમાસોલ ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સહકારિતા સેલ ના સંયોજક અને ગુજકોમાસોલ ના વાઇસ ચેરમેન બીપીનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહયા હતા