એબીએનએસ, વી. આર. ગોધરા (પંચમહાલ)::”એક પેડ માં કે નામ અંતરગત પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકા ના ગઢ ગામે “તાલુકા પર્યાવરણ સમિતિ ” ની રચના અને નિમણુંક કરવામાં આવી હતી
પર્યાવરણ અને વન, જલવાયુ પરિવર્તન પરિષદ ભારત અને ગુજરાત રાજ્ય ના પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકા માં ” એક પેડ માં કે નામ ” અભિયાન અંતર્ગત પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકા “ગઢ ” ગામે “ગોધરા તાલુકા પર્યાવરણ સમિતિ ” ની રચના અને નિમણુંક કરવામાં આવી
આ પ્રસંગે ઈશ્વર યોગીએ જણાવ્યું હતું કે અમારા ગોધરા તાલુકા મો અમે હાલ ૧૯, સમિતિ ઓની રચના થઈ ચુકી છે અને બાકીના ગામોમાં રચના થઈ રહી છે. તેમ જણાવ્યું હતુ.આ પ્રસંગે પંચચહાલ જિલ્લા સમિતિ વતી ઉપસ્થિત પંચમહાલ જિલ્લા સમિતિના અધ્યક્ષ રવિન્દ્ર સિંહ ચૌહાણ અને જી.સ.ના ડીરેકટર રમણભાઈ ઉપસ્થિત રહ્યા હતા
જેમનુ ગોધરા તાલુકા ની સમિતિના પ્રમુખ તરીકે ઈશ્વર ભાઈ યોગીનિમણુંક કરી રવિન્દ્ર સિંહ ચૌહાણ દ્વારા ઈશ્વરભાઈ યોગી નુ ફુલહારથી સ્વાગત કર્યું હતું તે પછી જિલ્લા સ્તરના ઉપસ્થિત મહાનુભવો માંથી ચૌહાણ સાહેબનુ સ્વાગત કિરણ ભાઈ બારીઆએ અને ડીરેકટર રમણભાઈ નુ સ્વાગત ઈશ્વર યોગી એ તથા લક્ષમણભાઈનુ સ્વાગત દિનેશ ભાઈએ અને નરવતસિંહ નુ સ્વાગત રમણ ભાઈ શિકારીએ તથા અરવિંદભાઈ એ દરેક ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું
ત્યારબાદ રવિન્દ્ર સિંહ ચૌહાણ એ પર્યાવરણ અને સમિતિઓ ની રચના નો હેતુ સમજાવતાં ” જણાવ્યું કે ” એક પેડ માં કે નામ અભિયાન “એ આપણા આદરણિય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી નો એક સંકલ્પ આપણે સૌ મળીને સાકાર કરવાનો છે. તો. આ અભિયાન અંતર્ગત હાથ ધરાયેલ સમિતિ બનાવવા ની પ્રવૃતિ ગુજરાત માં ખુબ ઝડપ થી આકાર લઈ રહી છે
તો ગોધરા તાલુકામાં બાકી રહેતા ગામ સત્વરે સમિતિઓ ની રચના કરી દેવી એ પછી વૃક્ષ વાવેતર ની વ્યવસ્થા સાથે પર્યાવરણ હેતુ સમજાવીને આ અભિયાન ને સફળ બનાવવા દરેક ગામના પ્રમુખોને સજેશન કર્યું હતું દરેક ગામે એક એક સમિતિની રચના કરવાની છે
અને આવતા સમયમાં દરેક ગામે દરેક ખેડૂતો દ્વારા પોતાની ખેતીની જમીનના શેઢે પાળે તથા પડતર જમીનો ઉપર વૃક્ષોનુ વાવેતર થાય એ કામ સમિતિઓ એ કરવાનું છે અને આ તાલુકા સમિતિ ના દરેક પ્રમુખઓએ પોતાના આજુબાજુના દરેક ગામોમાં સમિતિઓ બનાવવાની અને એ સમિતિ ઓ પણ પોતાના ગામમાં વૃક્ષો નુ વાવેતર કરવા પ્રેરીત કરવાના છે.
એવુ વારંવાર સજેશન કરવામાં આવ્યું હતું. આ વકતવ્યનું સનમાન કરવા સાથે રવિન્દ્ર સિંહ ચૌહાણ ના વક્તવ્યને સનમાન આપવા સાથે જણાવ્યું હતું અમારા આજના પ્રસંગમાં ઉપસ્થિત એવા પંચમહાલ જિલ્લા સ્તર ના હોદેદારો અધ્યક્ષ રવિન્દ્રસિહ તથા રમણભાઈ તથા નરવતસિંહ તથા લક્ષમણ ભાઈ નો ઈશ્વર ભાઈ યોગી અને ઉપસ્થિત સાથી ગામ સમિતિઓ ના પ્રમુખો એ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો .