Latest

સરકારી આઈ.ટી.આઈ. તળાજા ખાતે “કૌશલ્ય દીક્ષાંત સમારોહ – ૨૦૨૨” યોજાયો

ઓદ્યોગિક તાલીમ સંસ્થા (ITI ), તળાજા ખાતે વિવિધ ટ્રેડ જેવાં કે ઇલેક્ટ્રિશ્યન,કોપા,મિકેનિક ડીઝલ , ફિટર,વેલ્ડર વગેરે ટ્રેડમાંથી પાસ થયેલ અને નામાંકિત કંપનીઓમાં નોકરી પર લાગેલા હોય અથવા જેમને પોતાનો વ્યવસાય શરુ કર્યો હોય તેવા તાલીમાર્થીઓનો સન્માન સમારોહ એટલે કે “કૌશલ્ય દીક્ષાંત સમારોહ ” યોજાયો હતો.

આ કાર્યક્રમમાં તળાજાના ડેપ્યુટી ક્લેક્ટરશ્રી વિકાસ રાતડા, મોડેલ સ્કૂલ તળાજાના આચાર્યશ્રી વિશાલભાઈ રાજ્યગુરુ,સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી ભરતભાઈ ઠંઠ,શ્રી લક્ષ્મણભાઈ કામળિયા(વૃંદાવન હોન્ડા તળાજા) , શ્રી જયભાઈ શાહ અને શ્રી કેતનભાઈ મકવાણા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

કુલ ૧૪૦ માંથી ૧૩૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થતાં સંસ્થાનું ૯૭ % પરિણામ આવ્યું હતું તેમ આચાર્યશ્રી જયભાઈ દવેએ જણાવ્યું હતું. પ્રાંત અધિકારીશ્રીએ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

1 of 608

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *