Latest

જામનગર કમિશનર ખરાડી એક્શનમાં: નગર પાલિકાની ટિમ રાત દિવસ એક કરી ઢોર પકડવાના કાર્યમાં લાગી.

જામનગર: જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી વિજયકુમાર ખરાડી ના માર્ગદર્શન મુજબ ઢોરને ડબ્બે પુરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે, શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગરપાલિકા તથા પોલિસ ડીપાર્ટમેન્ટના સંયુક્ત 4–ટીમો મારફત સતત રાત-દિવસ ત્રણ શિફટમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઢોરો પકડવાની સધન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.

જેમાં આજરોજ 39 ઢોરોને પકડવામાં આવેલ છે. તેમજ ચાલુ વર્ષે કુલ-1401 ઢોરોને પકડવામાં આવેલ છે અને કુલ– 745 ઢોરોને અમદાવાદ સ્થિત શ્રી ગોપાલ કૃષ્ણ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવેલ છે.

આગામી સમયમાં આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવનાર હોય, ઢોર માલિકોને પોતાના માલિકીના ઢોરો જાહેર રોડ રસ્તા ઉપર ન છોડવા તાકીદ કરવામાં આવે છે અને જાહેર રોડ–રસ્તા ઉપર ખાનગી માલિકીના ઢોરો પકડાશે, તેવા કિસ્સામાં ઢોર માલિકો સામે દંડકીય કાર્યવાહી ઉપરાંત સી. આર.પી.સી. કલમ-૧૩૩ હેઠળ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે.

વધુમાં જામનગર મહાનગરપાલિકા ધ્વારા આવા આસામીઓ વિરૂધ્ધ પોલિસ ફરીયાદ દાખલ કરવા ત્રણ કર્મચારીઓને સત્તા આપવામાં આવેલ છે જેની દરેક ઢોર માલિકોએ સ્પષ્ટ નોંધ લેવા જામનગર મહાનગરપાલિકા ધ્વારા જાણ કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી ઢોરનો ત્રાસ દૂર કરવા માટે દિવસ- રાત ત્રણ શિફ્ટમાં 4 ચાર ટીમ બનાવી પૂરજોશમાં રસ્તે રજડતા ઢોરને પકડી ડબ્બે પુરવામાં આવે છે, ઢોર પકડવાની રાત્રી ઝુંબેશ પણ શરૂ કરવામાં આવેલ છે, સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી મુકેશ વરણવા એ જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે સોલિડ વેસ્ટ વિભાગ અને પોલીસ ટીમે સાથે મળીને ગતરાત્રિના રસ્તે રજડતા રાત્રી દરમિયાન 9 ઢોરને પકડી ડબ્બે પુરવામાં આવ્યા હતા.

જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સતત દિવસ – રાત ઢોરને ડબ્બે પુરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહેલ છે શહેરના જુદા જુદા વિસ્તારો જોલી બંગલો, મીગ કોલોની, તળાવની પાળ ,બાલા હનુમાન મંદિર પાસે તથા ખંભાળિયા ગેટ સહિતના વિસ્તારમાંથી ગઈકાલે રાત્રિ દરમિયાન 9 જેટલા રખડતા ઢોરને પોલીસને સાથે રાખીને ડબ્બે પુરવામાં આવ્યા હતા, ઢોરને ડબ્બે પુરવાની કામગીરી હાલ ત્રણ શિફ્ટમાં ચાલી રહી છે. આ સમગ્ર કામગીરી કમિશનર વિજયકુમાર ખરાડી, નાયબ કમિશનર, ભાવેશભાઈ જાની, સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર મુકેશભાઈ વરણવાના માર્ગદર્શન મુજબ દીપક શિંગાળા, રાજેન્દ્રસિંહ જાડેજા સહિતની સોલિડ વેસ્ટ વિભાગની ટીમ જહમત ઉઠાવી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *