Latest

જામનગરના મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ અને સંસ્થાની મહિલાઓ દ્વારા દેશના જવાનો માટે રાખડી મોકલવામાં આવશે

જામનગર : ઠંડી, તડકો કે વરસાદ જોયા વગર અને માઇનસ ડીગ્રી તાપમાન માં પણ દેશ ની રક્ષા કરતા જવાનો 24×7 અને 365 દિવસ સરહદ પર તૈનાત રહે છે, ત્યારે દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર તહેવાર ‌નિ‌મિત્તે ‘એક રાખી ફૌજી કે નામ’ અભ‌‌િયાન દ્વારા દેશના સૈ‌નિકોને રાખડી મોકલવાનું કાર્ય હાથ ધરવામાં આવે છે.

જામનગર માં પણ છેલ્લા 3 વર્ષ થી મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ દ્વારા આ અભિયાન હેઠળ જામનગર થી રાખડીઓ સરહદ પર ના જવાનો ને મોકલવામાં આવે છે.

આ વર્ષે પણ ‘એક રાખી ફૌજી કે નામ’ અભ‌‌િયાન શરૂ કરાયું છે. જેમાં મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ. જામનગરની બહેનોને તેમજ મહિલા સંસ્થાઓને આ અભ‌‌િયાનમાં જોડાઇ સરહદ પરના જવાનો માટે રાખડી મોકલવાનું આહવાન કરે છે.

આ માટે બેહનોએ સાવ સિમ્પલ અને વજનમાં હળવી (દા.ત. ગલગોટા ) રાખડી તેમજ સેનીકોને સંબોધી હિંદી ભાષામાં પત્ર એક કવરમાં મૂકી કવર સીલબંધ કરી નીચે આપેલા સરનામા પર તારીખ 05.08.2022 સુધીમાં મોકલવાનો રહેશે. કવર ઉપર ટપાલ ટીકીટ કે રોકડ મોકલવાની નથી.

તમામ ટપાલ ખર્ચ કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ દ્વારા કરવામાં આવશે. રાખડી મોકલવા માટે સંપર્ક ડીમ્પલબેન રાવલ ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષ સામે સુમિત રેડિયો ની બાજુ માં પંચેશ્વર ટાવર રોડ બેડી ગેઇટ જામનગર સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન રાખડી મોકલવા વિનંતી કરવામાં આવેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *