જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો કરી તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી.
જામનગર 78 ઉત્તર વિધાનસભા ધારાસભ્ય રિવાબા જાડેજાએ તેમના જન્મદિવસ નિમિતે જનતાની સુખાકારી અને લોકઉપયોગી કાર્યો કરીને તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી.
આ ઉજવણીમાં જામનગરના મેયર, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, રાજપૂત સમાજના આગેવાન સાથે અન્ય સમાજના પણ આગેવાનો, મહંતશ્રીઓ અને મોટી સંખ્યામાં જામનગરના શહેરીજનો જોડાયા હતા અને આ ઉજવણીમાં ભાગ લીધો હતો,
ધારાસભ્ય રીવાબાએ 14 જેટલાં વિકાસ કાર્યોના લોકો સુધી પહોંચાડી જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં આવેલ તમામ મહેમાનો અને જામનગરવાસીઓને ધારાસભ્ય રીવાબા જાડેજાને તેમના જન્મદિવસ નિમિતે ફુલહાર આપી શુભકામનાઓ પાઠવી આશીવાદ આપ્યા હતા. જેમાં ૧,૦૦૦ થી વધુ યુવાનો માટે ૩૫ જુદી જુદી કંપનીઓની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન કરાયું.
ગરીબ પાંચ પરિવારને ઇલેક્ટ્રિક રીક્ષાની ભેટ આપવામાં આવી. સાથે ગર્ભવતી મહિલાઓ માટે પોષણશ્રમ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, વોર્ડ નંબર -૨ સ્થિત રાંદલનગર શાળાના બાળકોને ગણવેશની ભેટ આપવામાં આવ્યા.
ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રૂપિયા ૨૫ લાખના ખર્ચે રાજપૂત સમાજ માટેના એસી હોલનું ઇ- લોકાર્પણ કરવામાં આવ્યુ.. ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રૂપિયા ૧૭ લાખના ખર્ચે ડોમનું નિર્માણ અને તેનું ઈ લોકાર્પણ કરાયુ. આવાસ હોમ લોનના સહયોગથી ડેન્ટલ હોસ્પિટલ ખાતે રૂપિયા ૩૫ લાખના ખર્ચે સ્થાપિત સોલાર રૂફટોપ નું લોકાર્પણ કરાયુ.
આ સાથે તેમના મત વિસ્તાર જામનગર ૭૮- વિધાનસભા વિસ્તારના વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓ તેમજ કોર્પોરેટર અને વોર્ડની ટીમને રૂપિયા ૧૫ લાખનું વીમા કવચ પ્રદાન કરાયુ અને ૧૧ દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત રૂપિયા ૧૧,૦૦૦ અર્પણ કરવામાં આવ્યું હતું..