જામનગર: જિલ્લા એલ.આઇ.બી. જામનગર ખાતેથી અતિ ગંભીર ઇનપુટ મળેલ કે જામનગર દરિયા વિસ્તારમાંથી આતંવાદીઓ ઘૂસણખોરી કરી આતંવાદી હુમલો કરી શકે છે જે ઇનપુટ આધારે જિલ્લા એસપી પ્રેમસુખ ડેલું દ્વારા ડીવાયએસપી જે.એચ.ચાવડાને તથા એસઓજી ઇન્ચાર્જ પીઆઇ કે. કે.ગોહિલ તથા બેડી મરીન પીએસઆઈ સી.એમ. કાટલિયાને આ અંગે કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવી હતી. જે અન્વયે દરિયાઈ પેટ્રોલિંગ રહી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું અને તે દરમ્યાન 2 વાગ્યે જૂના બંદર થી આગળ દરિયામાં એક સંકાસ્પદ બોટ જોવા મળી અને જેને ઉભી રાખવા જણાવેલ પરંતુ ઉભી રાખેલ નહિ જેથી બોટ ને કોર્ડન કરી ઉભી રખાઈ હતી.
બોટ ચેકીંગ કરતા તેમાંથી ૨ શંકાસ્પદ ઈસમો મળી આવેલ અને બોટ અંદરથી ૨. ૪૭ ગન તથા એક બોમ્બ મળી આવ્યો હતો જેથી બોટ ને બંદર લઈ આવેલ અને વધુ પૂછ પરછ કરતા મોકડ્રિલ હોવાનું જણાવેલ જેથી આ મોકડ્રીલ જાહેર કરવામાં આવેલ હતી. આમ જામનગર શહેર પોલીસ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પૂર્ણ રીતે સક્ષમ છે તે સફળતા પૂર્વક મોકડ્રિલ યોજી સાબિત કરી બતાવ્યું હતું.