જામનગર: જામનગર ખાતે શગુન ઈન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ દ્વારા ત્રિવિધ કાર્યક્રમો સાથે મહેનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
જામનગરમાં આરાધના એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને ડો. વી.એમ. શાહની શારદા હોસ્પિટલ સંલગ્ન શગુન ઈન્સ્ટિ. ઓફ નર્સિંગ, જામનગર દ્વારા શનિવારના રોજ હરિયા સ્કૂલ કેમ્પસ, ગેઈટ નં.૩, ઈન્દિરા માર્ગ, જામનગરમાં ત્રિવિધ કાર્યક્રમો યોજાયા. જેમાં સંસ્થાનો ઉદ્ઘાટન સમારોહ, પાયોનિયર બેચના વિદ્યાર્થીઓની ઓથ સેરેમની તથા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શ્રી ૫-નવતનપુરીધામ મંદિરના પ.પૂ.શ્રી ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજશ્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ આશીર્વચન પાઠવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ અને અતિથિ વિશેષ તરીકે મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. વિમલભાઈ કગથરા, ડૉ. વી.એમ. શાહ (શારદા હોસ્પિટલ), આર. કે. શાહ (ચેરમેન, નવાનગર બેંક) ઉપસ્થિત રહ્યા હતા. તેવું નિમંત્રક અને બોર્ડ ઓફ ડિરેક્ટરો ડો. જોગીન જોષી, અશોક નંદા (એડવોકેટ), ડૉ. વિકલ્પ શાહ, જગદિશભાઈ જાડફવા, તથા ડૉ. મનીષ ભટ્ટે જણાવાયું હતું.
આ કાર્યક્રમ શરુ થાય એ પહેલા આ સંસ્થા દ્વારા પત્રકારો સાથે એક પ્રેસ વાર્તાનું આયોજન કરાયું હતું અને આ શગુન ઇન્સ્ટિટ્યૂટ અંગેની જાણકારી આપી હતી. આ ઉપરાંત આ સંસ્થાના ડાયરેકટર અશોકભાઈ નંદા દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું.