Latest

આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ: લતીપુર તાલુકા શાળામાં કાર્યક્રમનો શુભારંભ કરાવતા કૃષિમંત્રી રાઘવજી પટેલ

જામનગર: ૨૩મી જુનથી રાજ્યભરમાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ-૨૦૨૨-૨૩ કાર્યક્રમની શરુઆત થઈ છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાના લતીપુર ગામે રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. લતીપુર તાલુકા શાળામાં આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.૧માં ૫૯ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. કૃષિમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતાં. તેમજ આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર ૩૦ જેટલા ભૂલકાઓને રમકડાંની કીટ આપી સુખડી અને ચોકલેટથી મો મીઠું કરાવીને પાપા પગલી કરાવી હતી. તેમજ આંગણવાડીના બહેનોને કીટ વિતરણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બાળકોના શિક્ષણનું પ્રથમ પગથિયું આંગણવાડી છે અને પ્રાથમિક શિક્ષ્ણએ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમનો પાયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેથળ સરકાર વિદ્યાર્થીઓનું શિક્ષણ સ્તર ઊંચુ લાવવાના સતત પ્રયાસો કરી રહી છે. અને તેમના અભ્યાસક્રમ માટે શિષ્યવૃત્તિથી માંડીને વિદેશ જવા સુધીની યોજનાઓ અમલમાં મૂકી છે, જેના પરિણામે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરે. કન્યા કેળવણી માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ અવ્વલ છે. વધુમાં મંત્રીશ્રીએ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે વાલીઓને સૂચન આપતા જણાવ્યું હતું કે પેટે પાટા બાંધીને પણ તમારા બાળકોને ભણાવજો, ભવિષ્યમાં તેનું વળતર વ્યાજ સાથે મળશે. તેમજ શિક્ષકોને પણ ગુણોત્સવ પર ભાર આપવા તેમજ અભ્યાસક્રમથી માંડીને રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં બાળક અવ્વલ રહે તે પ્રકારે શિક્ષણ આપવા જણાવ્યું હતું. બાદમાં શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. શાળામાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. અને ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મનસુખભાઈ ચામાડિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ખાંટ, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નવલભાઈ મૂંગરા, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી રમેશભાઈ બારૈયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચ શ્રી હસમુખભાઈ સરવૈયા, શાળાના આચાર્ય શ્રી મીનાબેન, શ્રી મનસુખભાઈ ચભાડીયા, શ્રી ગણેશભાઈ મુંગરા, સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી ગણેશભાઈ રામાણી, પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ, દાતાશ્રીઓ, SMC નાં સદસ્યો, આગેવાનો શિક્ષકગણ, આંગણવાડીના બહેનો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *