Latest

જામનગર ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો “નેશનલ ગેમ્સ અવરનેશ કેમ્પેઇન -૨૦૨૨” કાર્યક્રમ યોજાયો

જામનગર : આગામી તા.૨૯ સપ્ટેમ્બરથી તા.૧૨ ઓકટોબર દરમિયાન ગુજરાતમાં ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને રમત ગમતની પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગરના ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો “નેશનલ ગેમ્સ અવેરનેશ કેમ્પેઇન-૨૦૨૨” કાર્યક્રમ મેયર શ્રીમતી બીનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખેલમહાકુંભમાં હોકી અને ફૂટબોલમાં રાજ્યકક્ષાએ પ્રથમક્રમે આવેલ ટીમ, ખેલમહાકુંભમાં મહાનગરપાલિકા કક્ષાની, જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની શ્રેષ્ઠ ૨૫ જેટલી શાળાઓને રૂ.૧૦લાખના ચેક પ્રોત્સાહક ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા. તેમજ વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જિલ્લાના ૬ ખેલાડીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી બિનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે પ્રથમ વખત ગુજરાતમાં ૩૬ મી નેશનલ ગેમ્સનું આયોજન થવા જઇ રહ્યું છે તે વાતનું પ્રત્યેક ગુજરાતીઓને ગૌરવ છે. આ કાર્યક્રમમાં ૩૬ અલગ અલગ ગેમ્સમાં દેશની ૨૫૦૦ થી વધુ કોલેજ, ૩૩હજારથી વધુ શાળાઓના ૫૦લાખથી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. શાળાના વિધ્યાર્થીઓએ ભણતરની સાથે સાથે સ્પોર્ટ્સની પ્રવૃતિઓમાં પણ ધ્યાન આપવું જોઈએ કારણકે ખેલેગા ઈન્ડિયા તભી તો આગે બઢેગા ઈન્ડિયા.

ગુજરાતના યુવાઓ રમતગમતની પ્રવૃતિઓમાં ભાગ લેતા થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણાં જેવા યુવા રાષ્ટ્રએ સમગ્ર વિશ્વમાં પ્રભાવ પાડવો જોઈએ તે વાત પર વારંવાર ભાર મૂક્યો છે અને આપણાં ઊભરતા ખેલાડીઓ માટે મહતમ તકો મેળવવાનો સઘન પ્રયાસ છે. ખેલમહાકુંભમાં જામનગર જિલ્લાના ૨૩ હજારથી વધુ વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો તે બદલ તમામને મેયરે અભિનંદન પાઠવી અન્ય યુવાઓને પણ વિવિધ રમતોમાં ભાગ લેવા માટે હોકીના ખેલાડી મેજર ધ્યાનચંદનું ઉદાહરણ આપી પ્રેરિત કર્યા હતા. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌકોઈએ ફિટ ઈન્ડિયા અંતર્ગત વ્યાયામ, ખેલકૂદ અને ફિઝીકલ એક્ટિવિટી નિયમિત કરવા અંગેના શપથ લીધા હતા.

ગુજરાત ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન કરવા સજ્જ છે ત્યારે માત્ર ૩મહિનાના સમયગાળામાં આ રમતોનું આયોજન સંભવ કર્યું છે. રાષ્ટ્રીય રમતો સમગ્ર ગુજરાત રાજ્યના ૬ શહેરો જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં યોજવામાં આવશે.

આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન શ્રી ભરતભાઈ બોરસદીયા, કલેકટર શ્રી ડૉ. સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય ખરાડી, પ્રાંત અધિકારી શ્રી દર્શન શાહ, વ્યાયામ મંડળના પ્રમુખ શ્રી મહેશભાઈ મુંગરા, ક્રિકેટ કોચ શ્રી રીનાબા ઝાલા, બેડમિન્ટન કોચ શ્રી અમિતભાઈ પંડયા, ટ્રેનરો શ્રી સતીશ પારેખ, શ્રી ધર્મેશભાઈ પરમાર, શ્રી મયૂરભાઈ ગોહિલ, શ્રી ધાર્મિકભાઈ, શ્રી મુકેશભાઇ, શ્રી ગીતાબેન, શ્રી સુમિતાબેન, વિવિધ શાળા કોલેજોના આચાર્ય અને શિક્ષકગણ, વાલીઓ તેમજ બહોળી સંખ્યામાં વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ કેશોદમાં રેલવે અંડર બ્રીજની કામગીરીનું નિરીક્ષણ કર્યું

કેન્દ્રીય મંત્રીશ્રીએ ઝડપભેર રેલવે અંડર બ્રીજનું કામ પૂર્ણ કરવા આપી સૂચના :…

પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે પોલીસ ભવન ખાતે બે દિવસીય નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરાયું

ગાંધીનગર, સંજીવ રાજપૂત: પોલીસ મહાનિદેશકની કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી…

1 of 559

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *