સુરત: દેરોદ ગામે નવીન “આંગણવાડી કેન્દ્ર” ના લોકાર્પણ પ્રસંગે નબળી કામગીરી જણાતા લોકાર્પણ સમયે નજર પડતા ની સાથે જ રસોડું અને સૌચાલય મા ઓછી ગુણવતા વાળુ સિરામિક જણાતા તુરંત તોડાવી ત્વરિત નવુ બનવાનો આદેશ કરીસ્થળ પર ત્વરિત નિરાકરણ લાવી આયોજનબદ્ધ કામ કરવા માટે દાખલો બેસાડતા રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી દ્વારક સ્થળ પર જ તુરંત નિવારણ લાવવાની શિક્ષણ જગતમાં જ્વલંત બનતી અનોખી ઘટના જોવા મળી છે.
સ્થળ પર રૂબરૂ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને બોલાવી તાત્કાલિક ધોરણે નબળુ કામ તોડાવી નવું કામ ચોકસાઈપૂર્વક કરવાની તાકીદ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા કરવામાં આવી હતી. રાજ્યના કર્મશીલ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ તેમના કામરેજ વિધાનસભા વિસ્તારના દેરોદ ગામ મુકામે નવ નિર્મિત “આંગણવાડી કેન્દ્ર”ના લોકાર્પણ અવસરે કામગીરીમાં ઉણપ જણાતા સ્થળ પર તાત્કાલિક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને રૂબરૂ બોલાવી નબળી ગુણવતા નુ કામ તોડાવી નવું કામ સત્વરે કરાવીને નિવારણ કર્યું હતું અને ભવિષ્યમાં પણ આયોજનબદ્ધ કામગીરી કરવા જણાવ્યું હતું.