Latest

જેએમસી કમિશનરનો પ્રયાસ રંગ લાવ્યો. લોકમેળામાં સ્વ સહાય જૂથના બહેનોએ રોજગારી પ્રાપ્ત કરી.

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી લોકમેળામાં જામનગર મ્યુનિસિપલ કમિશનર વિજય કુમાર ખરાડીની સુચના અનુસાર જામનગર મહાનગરપાલિકા અંતર્ગત ચાલતા યુસીડી વિભાગ ના સ્વ સહાય જૂથના બહેનો દ્વારા હાથ બનાવટની વિવિધ વસ્તુઓના 10 વેચાણ સ્ટોલ શ્રાવણી લોકમેળા દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યા હતા.


યુસીડી વિભાગ સંચાલિત સ્વસહાય જૂથના બહેનો દ્વારા આ સ્ટોલમાં હસ્તકલાની પર્સ , સાઈડ પર્સ, કટલેરીની વસ્તુઓ, સાડી, ડ્રેસ મટીરીયલ, ચિલ્ડ્રન વેર વિવિધ કોસ્મેટીક અને આયુર્વેદિક પ્રોડક્ટ જેવી વિવિધ હાથ બનાવટની વસ્તુઓ નું શ્રાવણી પર્વ દરમિયાન જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં વેચાણ કરવામાં આવ્યું હતું. આ વસ્તુઓના વિવિધ વેચાણ દરમિયાન 15 દિવસમાં સ્વસહાય ના જેમકે દેવાંશી, તેજસ્વી, સ્ટાર બાલાજી, રાધિકા, અમીધારા, શ્રમજીવી, આશાપુરા ,રણછોડરાય અને પ્રકૃતિ વિવિધ સ્વસહાયના જૂથ દ્વારા હસ્તકલાની વસ્તુઓના વેચાણ અર્થે આ બહેનોએ ₹ 2,02,000-/ ( બે લાખ બે હજાર) ની રોજગારી પ્રાપ્ત કરી બહેનો આત્મનિર્ભર બની છે .

આ સમગ્ર કામગીરી ને સફળ બનાવવા જમ્યુકોના કમિશનર શ્રી વિજય કુમાર ખરાડી, નાયબ કમિશનર શ્રી ભાવેશભાઈ જાની, UCD વિભાગના કંટ્રોલિંગ અધિકારી જીગ્નેશભાઈ નિર્મળ, પ્રોજેક્ટ ઓફિસર શ્રી અશોકભાઈ જોષીના માર્ગદર્શન મુજબના તમામ મેનેજરો અને સમાજ સંગઠકો એ જહેમત ઉઠાવી હતી. તેમજ આ વેચાણ સ્ટોલની કામગીરીમાં એસ્ટેટ વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી મુકેશભાઈ વરણવા , નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી નિતીનભાઈ દીક્ષિત તથા એસ્ટેટ વિભાગની ટીમનો સહયોગ મળ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *