Latest

શ્રી જુના દેવળીયા કુમાર પ્રા. શાળા અને શ્રી જુના દેવળીયા કન્યા પ્રા. શાળા મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ ની શાનદાર ઉજવણી….

આજના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ મા ધોરણ ૧ મા પ્રવેશ લેનાર તમામ બાળકો ને શૈક્ષણિક કીટ હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ડો. હાર્દિક રવીચંદ જેસ્વાણી તરફથી આપવામાં આવેલ.
વાર્ષિક પરિક્ષા મા ધોરણ ૧ થી ૮ મા બંને શાળા મા ૧  થી ૩ નંબર મેળવેલ કુલ ૪૮ વિદ્યાર્થી ઓ ને શ્રી શૈલેષભાઈ પૂજારા તરફથી શૈક્ષણિક કીટ નું ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ.
રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ N.M.M.S. પરિક્ષા મા મેરિટ મા સ્થાન  પામનાર 3 બાળકો ને શાળા પરિવાર તરફથી શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરેલ.

ગત વર્ષે ૧૦૦ ટકા હાજરી ધરાવતા નિયમિત બાળકો ને શૈક્ષણિક કીટ હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ડો. હાર્દિક રવીચંદ જેસ્વાણી તરફથી આપવામાં આવેલ.
આ તકે બંને શાળા ના તમામ 500 બાળકો ને 8 ચોપડા નો સેટ આપનાર રોયલ ગૃપ , જુના દેવળીયા , શાળા ના દરેક કામ મા સહભાગી થનાર શ્રી રવિન્દ્રસિંહ વિક્રમસિંહ પરમાર , ચામુંડા ડી. જે. જુના દેવળીયા , બાળકો ને ઇનામ આપી પ્રોત્સાહિત કરનાર શૈલેષભાઇ પુજારા , અને આખા વર્ષ ના પ્રવૃતિ ના ઇનામ ના દાતા શ્રી હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી હાર્દિક રવિચન્દ જેસ્વણી નુ શાળા પરીવાર તરફથી સન્માન કરવામાં આવેલ.
આજના કાર્યક્રમ મા હળવદ તાલુકા ના મામલતદાર શ્રી એન. એસ. ભાટી સાહેબ , હળવદ તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી પ્રવીણ ભાઈ , તાલુકા પંચાયત સદસ્ય શ્રી મનસુખભાઇ ,ગામ ના પ્રથમ નાગરિક સરપંચ શ્રી વશરામભાઈ સોલંકી , હળવદ ૪ ના સી. આર. સી. શ્રી કેતનભાઈ પટેલ , ગામ મા રહેતા નિવૃત આચાર્ય તથા શિક્ષક , ગામ ના આગેવાનો ,એસ.એમ.સી. ના સભ્યો , બાળકો ના વાલી વગેરે એ ઉપસ્થિત રહી શાળા ને પ્રોત્સાહિત કારેલ.
કાર્યક્રમ નું સુંદર સંચાલન શાળા ના બાળક દ્વારા કરવામાં આવેલ અને બંને શાળા ના સમગ્ર સ્ટાફ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવેલ….

શ્રી જુના દેવળીયા કુમાર પ્રા. શાળા અને શ્રી જુના દેવળીયા કન્યા પ્રા. શાળા મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ ની શાનદાર ઉજવણી…. શાળા ના આચાર્ય સાગર ભાઈ મહેતા એ જી એકસપ્રેસ ન્યુઝ સાથે ના ઈન્ટરયુ માં જણાવ્યું હતું

અહેવાલ : અભિષેક પારેખ
જી એકસપ્રેસ ન્યુઝ મોરબી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *