જુનાગઢ માં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ,, હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જુનાગઢ શહેરની વાત કરીએ તો સવારથી જ જુનાગઢ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા મેઘરાજાની રોદ્ર સ્વરૂપ અને ધમાકેદાર બેટિંગથી જુનાગઢ શહેરના દામોદર કુંડ આવતા જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર છલકાયું હતું.
નરસિંહ મહેતા સરોવરનું પાણી મારફતે નીકળી શકે તેવી વ્યવસ્થા હતી પરંતુ બોકડામાં ગેરકાયદેસર દબાણ થઈ જતા પાણીના નિકાલ માટે મુશ્કેલી થઈ હતી જેને કારણે અલકાપુરી ગોવર્ધનપાર્ક વિસ્તારોમાં પાણી ભરાયા હતા આ સાથે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા ઘરવખરી સહિત નુકસાની થય હોય તેવુ જાણવા મળ્યું હતું .
શહેરના ઝાંસીની પ્રતિમા માંથી ઝાંઝરડા રોડ સુધી પાણી નો ભારે પ્રવાહ શહેરના અલકાપુરી નજીક બે બે ફૂટ જેટલા પાણી ભરાયા જુનાગઢ મહાત્મા ગાંધી માર્ગ દિવાન ચોક આઝાદ ચોક અને તળાવ દરવાજા વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
જુનાગઢ શહેરમાં બાર વાગ્યા સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે મેઘરાજાએ બપોરના માત્ર દસ મિનિટ વિરામ બાદ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી.
જૂનાગઢના ઝાંઝરડા રોડ અંડર બ્રિજમાં હજુ પણ પાણી ભરાયેલ હોવાથી વાહન વ્યવહાર તેમજ ગિરિરાજ સોસાયટી તરફ શરૂ થતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થી જુનાગઢ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ