Latest

કાંકણપુર કોલેજનો વિધાર્થી શંકરભાઇ પરમારે ગોલ્ડ મેડલ મેડવી કોલેજનું ગૌરવ વધાર્યું

તાજેતરમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં વિંજોલ ખાતે તાજેતરમાં વિશ્વવંદનીય પરમ પૂજ્ય સંત શ્રી મોરારીબાપુના આશીર્વાદ સાથે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ચતુર્થ પદવીદાન સમારોહ અને સુવર્ણચંદ્રક એનાયત કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ થયો.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, કેબિનેટમંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા, સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય શ્રી સી.કે રાઉલજી, ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી, ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથાર ની ઉપસ્થિતિમાં યોજાયો હતો

જેમાં શ્રી જે.એલ.કે કોટેચા આર્ટસ અને શ્રીમતી એસ.એચ.ગાર્ડી  કોલેજના વિદ્યાર્થી શંકરભાઈ ભરતભાઇ પરમારને સંસ્કૃત વિષયમાં યુનિવર્સિટીમાં સૌથી વધુ માર્ક્સ મેળવીને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો તે માટે કોલેજના આચાર્ય ડૉ. જગદીશભાઈ પટેલ,કોલેજ પરિવાર સહિત સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ  ગૌરવની લાગણી અનુભવી છે અને હાર્દિક શુભકામનાઓ પાઠવી.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *