Latest

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત ચતુર્વિધ સ્પર્ધાઓ યોજાઇ

26 મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણીનાં ભાગરૂપે રાજ્યભરમાં તારીખ 12 થી 26 જૂન દરમિયાન નશામુક્ત ભારત પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સુરત ગ્રામ્ય તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, સુરતનાં માર્ગદર્શન હેઠળ બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સી.આર.સી. કક્ષાએ વિજેતા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણતાં ધોરણ 6 થી 8 નાં બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો.

અત્રેનાં બી.આર.સી. ભવન ખાતે ‘i Standing Against Drugs Campaign’ હેઠળ યોજાયેલ તાલુકા કક્ષાની આ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સંબોધી બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સ્પર્ધા અંતર્ગત જનજાગૃતિનો સંદેશ સ્પષ્ટ કર્યો હતો. આ તકે તેમણે બાળકોને સામાજિક ક્રાંતિનાં સિપાહી ગણાવ્યા હતાં. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ રાજેશ પટેલે સ્પર્ધક બાળકો સમક્ષ નિયમોની છણાવટ કરી તેમને શુભેચ્છા પાઠવી હતી.

સ્પર્ધાનાં અંતે આ મુજબ પરિણામ ઘોષિત થયા હતાં. 1. મૂક નાટક – પ્રથમ: કુદિયાણા પ્રાથમિક શાળા, દ્વિતીય: પરીયા પ્રાથમિક શાળા, તૃતિય: અસ્નાબાદ પ્રાથમિક શાળા. 2. એક મિનિટ વીડિયો – પ્રથમ: હની પટેલ (કુદિયાણા પ્રાથમિક શાળા), દ્વિતીય: આરતી રાઠોડ (અછારણ પ્રાથમિક શાળા), તૃતિય: વંદના રાઠોડ (સરોલી પ્રાથમિક શાળા). 3. પોસ્ટર/ચિત્રકામ – પ્રથમ: રિશી પટેલ (કુદિયાણા પ્રાથમિક શાળા), દ્વિતીય: ભાવના કાકલોતર (કરમલા પ્રાથમિક શાળા), તૃતિય: સુહાના કાઝી (ઓલપાડ બ્રાંચ પ્રાથમિક શાળા), 4. રંગોળી – પ્રથમ: જ્યોતિ મોર્યા (સાયણ સુ.ફે. પ્રાથમિક શાળા), દ્વિતીય: કોમલ  સુથાર (મુળદ પ્રાથમિક શાળા), તૃતિય: પ્રિયા રાઠોડ (રાજનગર પ્રાથમિક શાળા). સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ઈલા મહિડા, આશા ગોપાણી, હેમાલી પટેલ, જતીન પટેલ, અશ્વિન પટેલ, સુરેન્દ્ર સેવક, જગદીશ પ્રજાપતિ, ભરત ટેલરે સેવા આપી હતી.

વિજેતા બાળકોને જે તે સ્પર્ધાનાં કન્વીનર અને સી.આર.સી. કો-ઓર્ડિનેટર એવાં રાકેશ પટેલ, મિતેશ પટેલ તથા પરેશ પટેલનાં હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતાં. અંતમાં આભારવિધિ મુળદનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર મનોજ દવેએ આટોપી હતી. સૌ સ્પર્ધકોને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે શુભેચ્છા પાઠવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નશાબંધી સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે શહેરમાં બાઈક રેલીનું આયોજન કરી યુવાનોને વ્યસનથી દુર રહેવા અપીલ કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત: પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે તા.૨/૧૦/૨૦૨૪ થી…

1 of 556

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *