Latest

કમલમ ફળ (ડ્રૈગન ફ્રૂટ)ના વાવેતર માટે સહાય કાર્યક્રમની યોજના

 

ભાવનગર જીલ્લાના બાગયાતદાર ખેડૂતો માટે નાણાકીય વર્ષ-૨૦૨૨-૨૩ માં બાગાયત ખાતા દ્વારા જાહેર કરવામાં આવેલ કમલમ ફળ (ડ્રૈગન ફ્રૂટ) વાવેતર સહાય કાર્યક્રમ યોજના માટેના ઘટકોમાં લાભ લેવા માગતા ઇચ્છુક લાભાર્થીઓએ આઇ-ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) દ્વારા તા. ૯ જુલાઈ ૨૦૨૨ થી તા. ૮ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં ઇ-ગ્રામ કેન્દ્ર અથવા ખાનગી ઇન્ટરનેટ દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે.

અરજીની નકલ (સહીવાળી) તથા જરૂરી સાધનિક પુરાવા જેવા કે, ૭-૧૨/૮-અ ની નકલ, આધારકાર્ડની ઝેરોક્ષ, બેંક પાસબુકની ઝેરોક્ષ સહિતની અરજી દિન-૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે અચૂક રૂબરૂ કે ટપાલ દ્વારા જમા
કરાવવા તેમજ વધુ માહિતી માટે કચેરીના ફોન નં.: ૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક કરવા ભાવનગર જીલ્લાના બાગાયત ખાતાની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *