કામરેજ વિસ્તારના સર્વાંગી વિકાસ સાથે પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરતા શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
કામરેજની સુખાકારીમાં થયો વધારો
તા. 2 માર્ચ 2025- કામરેજ વિધાનસભાના વિકાસ માટે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે રૂ. 24.17 કરોડના વિકાસલક્ષી કામોનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યા.
આ ખાતમુહૂર્ત પ્રસંગે માન. રાજ્ય મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે,વિવિધ માર્ગોના વિકાસથી સ્થાનિક નાગરિકો અવર જવર માટે વધુ સરળ બનશે અને અર્થતંત્રને વધુ વેગ મળશે.
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટો હેઠળ નીચેના માર્ગોનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યો છે:
લસકાણા-પાસોદરા વાવ રોડ નેશનલ હાઇવે 6 થી છેડછા કોસમાડા ખડસદ રોડ નેશનલ હાઇવે 48 લાડવી એપ્રોચ રોડ વલણ પરબ હલઘરુ રોડ અને પરબ જોળવા રોડ હલધરુ-પાલી રોડ તથા હલધરુ ગામથી બગુમરા રોડ આસ્તા ગામ સીમાડી કેનાલ રોડ, ધારૂઠા આસ્તા રોડ અને સેગવા થી
આસ્તા કેનાલ રોડ વિહાણ ઓરણા રોડઘલા ગામથી ઘલા પ્રાથમિક શાળા સુધીનો રોડ ધોરણપારડી નવી પારડી જોઈનીંગ નવી પારડી લીમોદરા રોડ ઘલુડી-પિપોદરા થી ને.હા. 48 કેનાલ રોડ, સાયણ શેખપુર ઘલુડી રોડ (2/6 થી 2/8) અને સાયણ શેખપુર ઘલુડી રોડ (3/2 થી 3/4)
આ સમસ્ત રોડ નિર્માણકાર્યના ખાતમુહૂર્ત કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને કામરેજ તાલુકાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ વિકાસ યાત્રા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દૂરંદેશી માર્ગદર્શન હેઠળ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં રાજ્ય સરકારની દૃઢ ઇચ્છાશક્તિ અને વિઝનરી નીતિઓનું પ્રતિક છે. વધુમાં શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ગામડાઓ અને શહેરી વિસ્તારોને આધુનિક અને સુવિધાસભર બનાવવા સતત પ્રયત્નશીલ છે.