એબીએનએસ, વી.આર. ગોધરા:
શ્રી જે.એલ.કે. કોટેચા આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.એચ. ગાર્ડી કૉમર્સ કૉલેજ, કાંકણપુર ખાતે રોજ પંચ પ્રકલ્પ અંતર્ગત “ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી ” વિષયક એક નિબંધબ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં 42 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ, કુદરતી ખેતીની અગત્યતા, રાસાયણિક ખાતર અને દવાઓથી થતું નુકશાન વગેરે વિષયો પર વિદ્યાર્થીઓએ નિબંધ લેખન કર્યું હતું.
નિર્ણાયક તરીકે એન. વી. શાહ ગર્લ્સ હાઈસ્કૂલ, કાંકણપુરના આચાર્ય ઉષાબેન પટેલે સેવા આપી હતી. ડૉ.નિતીન ધમસાણિયા,ડૉ. મોહસીન ગરાણા, ડૉ.મહેશ રાઠવાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને કોલેજના આચાર્ય ડૉ.જગદીશ પટેલે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.