Latest

કર્જ મુક્તિ ભારત અભિયાન અંતગર્ત સરકારને રજુઆત કરતું ધાર્મિક એકતા ટ્રસ્ટનું ગુજરાત પ્રતિનિધિ મંડળ

અમદાવાદ: ધાર્મિક એકતા ટ્રસ્ટના સંસ્થાપક શાહનવાઝ ચૌધરી ભારતીયજીના માર્ગદર્શન હેઠળ ભારતના તમામ રાજ્યોમાં કર્જ મુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત ટિમ દ્વારા રાજ્ય સરકારને રજુઆત કરતી પ્રેસ વાર્તાનું આયોજન કરાયું હતું.

ધાર્મિક એકતા ટ્રસ્ટ દ્વારા ભારતના તમામ રાજ્યોમાં કર્જ મુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે જેના ભાગરૂપે અમદાવાદ સર્કિટ હૉઉસ ખાતે ગુજરાત ટીમ દ્વારા આ અભિયાનને વધુ તેજ અને આ બાબતે સરકાર પણ સજાગ બનો તે અંગે પ્રેસવાર્તાનું આયોજન કરાયું હતું જેમાં આપેલ જાણકારી મુજબ ગુજરાતમાં 13000 થી વધુ લોકો ભારત અભિયાનમાં જોડાયેલા છે. ગુજરાતમાં 500 જેટલા કર્જા મુક્તિ કેન્દ્ર પણ ખોલવામાં આવ્યા છે. સરકારી આંકડા મુજબ છેલ્લા 5 વર્ષમાં લગભગ 50,000 લોકોએ આત્મહત્યા કરી છે.

જુલાઈ 2022થી ચાલી રહેલ કર્જ મુક્ત ભારત અભિયાન અંતર્ગત નાણા મંત્રાલયમાં 7 વખત અને પીએમ કાર્યાલયમાં 2 વખત પ્રતિનિધિમંડળ દ્વારા કરજમાં ફસાયેલા લોકોની જાણકારી પહોંચાડવામાં આવી છે. આરબીઆઇ તરફથી પણ અમારા પત્રોનો ઉત્તર અમને મળેલ છે. સરકાર સમક્ષ અમારી ફક્ત એટલી જ માંગ છે કે સરકાર દ્વારા એક જાહેરાત કરી જનતાને જણાવવામાં આવે કે કર્જના કારણે કોઈ પણ વ્યક્તિ આત્મહત્યા ન કરે.

આ વિશે રાજેશ્વર બ્રહ્મભટ્ટ ભારતીય એ વધુમાં જણાવ્યું કે આ અભિયાન હેઠળ સરકાર સમક્ષ એક માંગ કરવામાં આવી રહી છે કે અભિયાનમાં જોડાયેલા તમામ લોકોના દેવા માફ કરવામાં આવે અને જો તેમ ન થઈ શકતું હોય તો તેઓને ઓછામાં ઓછો બે વર્ષનો સમય આપવામાં આવે, જેમ અદાણીનું કરોડોનું દેવું બેન્ક દ્વારા અંડરરાઈટ કરવામાં આવ્યું,

તેવી રીતે આ અભિયાનમાં જોડાયેલા તમામ લોકોનું દેવું પણ અંડરરાઈટ કરવામાં આવે જેમાં તે સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનું વ્યાજ કે પેનલ્ટી ન લાગે અને બેંકો દ્વારા આવી રીતે સમય આપવામાં આવે અને ઉપરાંત તેઓને માનસિક ત્રાસ ન આપવામાં આવે જેથી તેઓ આવા આત્મહત્યાના અયોગ્ય પગલાં ન ભરે.

ટૂંક સમયમાં જ દિલ્હી ખાતે ગુજરાતનું પ્રતિનિધિ મંડળ પીએમ મંત્રાલય અને નાણાં મંત્રાલયની મુલાકાત લેશે જ્યાં આ કર્જા મુક્તિ અભિયાન વિશે ચર્ચા કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *