Latest

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા સ્નેહ મિલન યોજાયું

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા સ્નેહ મિલન નું આયોજન સર્વોદય હાઈસ્કૂલ ના પટાંગણ માં કરવામાં આવ્યું.
આ સ્નેહ મિલન માં 300 થી પણ વધુ સભ્યો કપલમાં ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્ર્મ ની શરુઆત પ્રમુખ શ્રી કિરીભાઇ કે શાહ ના સ્વાગત પ્રવચન કરી એસોસિયેશન ની પ્રવૃતિ થી વાકેફ કર્યા હતા. ત્યારબાદ મંડળી ના ચેરમેન શ્રી પંકજભાઈ બી બુટાલાએ મંડળીની પ્રવૃત્તિ અને યોજના ની ખૂબ સુંદર માહિતી આપી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ આદરણીય વડીલ શ્રી ઇસ્માઇલભાઇ જી દાદુ એ આશિર્વચન આપ્યા હતાં.

આ પ્રસંગે સલાહકાર બોર્ડ ના સભ્ય શ્રી સુરેશભાઈ કે શાહ. મયુરભાઈ બૂટાલાએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં સલાહકાર શ્રી નવીનભાઈ વી શાહ, વિનોદભાઈ કે શાહ. રઝાકભાઈ જી મેમન ખાસ ઉપસ્થિત રહયા હતા.

આ ઉપરાંત એસોસિયેશન ના ઉપપ્રમુખ રમણભાઈ જે પ્રજાપતી, નરેન્દ્રભાઇ એચ શાહ, માનદમંત્રી મુકુન્દ એસ શાહ, સહમંત્રી મનીષ કે ભાવસાર, ખજાનચી જયેશભાઇ ગાંધી ઉપરાંત એસોસિયેશન ના 300 થી વધુ સભ્યો કપલ માં હાજર રહયા હતા.

કાર્યક્રમ માં શરૂઆત માં વેલકમ ડ્રીંક બાદ અંતે ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન મંત્રી શ્રી મુકુન્દ એસ શાહે કર્યું હતું. કાર્યક્ર્મ માં આગામી વિધાનસભા ની ચુંટણી માં અચૂક મતદાન કરવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *