– ડૉ. રતન કુમાર શર્મા રત્ન અમરેલી જિલ્લાના એકમાત્ર વરિષ્ઠ શિક્ષક છે જેમણે આ પદવી પ્રાપ્ત કરી હોય
ગુજરાતના સુપ્રસિધ્ધ સાહિત્યકાર શ્રી રતન કુમાર શર્મા ‘રત્ન’ને મહાકાવ્યમેઘ વાર્ષિકોત્સવ જબલપુર, મધ્યપ્રદેશમાં સન્માનિત કરવામાં આવ્યા, સાહિત્ય સંગમ સંસ્થા નવી દિલ્હીનો છઠ્ઠો મહાકાવ્યમેઘ વાર્ષિકોત્સવ મધ્યપ્રદેશના જબલપુરમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં દેશભરમાંથી સાહિત્યકાર, કવિઓ અને લેખકોની વિશાળ હાજરી રહી હતી, આ આયોજનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર રતન કુમાર શર્માને તેમની સુદીર્ઘ હિન્દી સેવા, સારસ્વત, સાધના, સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ અને શૈક્ષણિક સેવાના આધાર પર સાહિત્ય સંગમ સંસ્થા દ્વારા તેમને વિદ્યાવાચસ્પતિની પદવી અર્પણ કરી છે.
આ સન્માન વરિષ્ઠ આચાર્ય ભાનુપ્રતાપ વેદાલંકાર, ડોક્ટર છગનલાલ ગર્ગ, નિષ્ણાત ચંદ્રપાલસિંહ ચંદ્ર, તરૂણ સક્ષમ અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાજવીરસિંહ મંત્ર દ્વારા સાફો પહેરાવી અને શાલ ઓઢાડી આ માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા, કવિ ડો. રતન કુમાર શર્મા ‘રત્ન’ મૂળ રાજસ્થાનના છે અને હાલ ગુજરાતના અમરેલી જિલ્લામાં શૈક્ષણિક સેવા આપી રહ્યા છે.
ડૉ. રતન કુમાર શર્મા રત્ન અમરેલી જિલ્લાના એકમાત્ર વરિષ્ઠ શિક્ષક છે જેમણે આ પદવી પ્રાપ્ત કરી હોય, ડોક્ટર રતન કુમાર શર્મા “રત્ન”જી ને પ્રેરણા હિન્દી પ્રચાર સભાના સંસ્થાપક કવિ સંગમ ત્રિપાઠી, રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અને સુપ્રસિધ્ધ કવિ ગુરુદ્દીન વર્મા આઝાદ અને પ્રેરણા હિન્દી પ્રચાર સભાના પ્રાંત સંયોજક કવિયિત્રી સુષ્મા ખરેએ અનેક અભિનંદન પાઠવ્યા છે, આ સાથે જ ડો. રતન કુમાર શર્માને આ પદવી પ્રાપ્ત કરવા અંગે અનેક સંસ્થાઓ, લેખકો અને કવિઓ અભિનંદન પાઠવી રહ્યા છે.