Latest

કેન્દ્ર સરકાર પુરસ્કૃત 23 મોબાઈલ વેટરીનરી યુનિટનું લોકાર્પણ કરતા કેબિનેટમંત્રી રાઘવજી પટેલ

જામનગર સંજીવ રાજપૂત: રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્રોલ તાલુકાના લતીપુર ગામેથી કેન્દ્ર સરકાર પુરસ્કૃત 23 મોબાઈલ વેટરીનરી યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારની “દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું” યોજનાના સફળ મોડલના આધારે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં હરતા-ફરતા પશુ દવાખાના માટે નવી યોજના અમલમાં મુકવામાં આવી છે.

કેન્દ્ર સરકારની યોજના હેઠળ ગુજરાત રાજ્ય માટે 127 મોબાઈલ વેટેરીનરી યુનિટ મંજૂર કરવામાં આવ્યા છે. તે પૈકી 23 મોબાઈલ વેટેરીનરી યુનિટનું રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લતીપુર ગૌશાળા ખાતેથી લીલી ઝંડી દર્શાવીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ વેટરનરી યુનિટ જામનગર સહિત આસપાસના જિલ્લાઓમાં સેવા આપશે. 1962- આ ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર પર ફોન કરવાથી તાત્કાલિક પશુપાલકોને ઘર આંગણે જ પશુ ચિકિત્સા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ ઉપરાંત, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર દ્વારા ગત વર્ષે તેમની સ્વ ભંડોળની ગ્રાન્ટમાંથી રૂ.3.70 લાખ પેવરબ્લોક અને રસ્તાના કામકાજ માટે મંજુર કરવામાં આવ્યા હતા.

જે રસ્તો તૈયાર થઈ જતા કેબિનેટ મંત્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ નવનિર્મિત માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ સાંસદ પૂનમબેન માડમની ગ્રાન્ટમાંથી લતીપુર ગૌશાળામાં પાકો રસ્તો બનાવવા માટે રૂ.5 લાખની ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં પશુ ચિકિત્સકોની ટીમ અને ડ્રાઈવરને મોબાઈલ વેટેરીનરી યુનિટ માટેના વાહનની પ્રતિકાત્મક ચાવી અર્પણ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારના દૂધસંઘોને માળખાકીય સુવિધા અપાવવા માટે વર્ષ 2023-24 માં જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, મોરબી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના કુલ રૂ. 29.87 કરોડના પ્રોજેક્ટ્સ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.16.89 કરોડની સહાય મંજૂર કરવામાં આવી હોવાનું કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *