કેન્દ્રીય ભૂગર્ભ જળ ઓથોરિટી (CGWA) જળ શક્તિ મંત્રાલય ભારત સરકાર દ્વારા જે નોટિસ જાહેર કરવામાં આવી છે જે અનુસાર રહેણાંકી એપાર્ટમેન્ટ,
હાઉસીંગ સોસાયટી, ઔદ્યોગિક એકમો, માઇનિંગ પરિયોજનાઓ, સ્વિમિંગ પુલ તેમ જ પીવા અથવા ઘરેલુ ઉપયોગમાં લેનાર ભૂગર્ભ જળ ના વપરાશ કરનારા ઓ એ આ ભૂગર્ભ જળના ઉપયોગ માટે CWGA ની મંજૂરી ફરજિયાત કરી છે. આ માટે ચાલુ વપરાશકર્તા કે નવીન હોય, તેમણે રૂ. ૧૦,૦૦૦/- રજીસ્ટ્રેશન ફી સાથે તા. ૩૦/૦૯/૨૦૨૨ સુધી રજીફોર્મ જમા કરવા જણાવ્યું છે.
જો મંજૂરી વિના કોઈ ભૂગર્ભજળ નો ઉપયોગ ચાલુ રાખશે તો તેની સામે કડક પગલાં લેવાની સુચના પણ આપવામાં આવી છે. પીવાનું પાણી લોકોને પૂરું પાડવુ એ સરકારની જવાબદારી માં આવતું હોય છે. સરકાર જો પોતાના અણઘડ વહીવટના હિસાબે પાણીની જરૂરિયાત ન પુરી કરી શકે અને કોઈ નાગરિક પોતાની પાણી ની જરૂરિયાત સંતોષવા પોતાના ખર્ચે બોર બનાવે તો એમાં રજીસ્ટ્રેશન ફી શા માટે?
હાલમાં આ શહેરી વિસ્તારની વાત છે પરંતુ ભવિષ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ જો આ નિયમો લાગુ કરવામાં આવશે તો દેશ ના અન્નદાતા ખેડૂતો ની શુ દશા થશે તેનો અંદાજો લગાવો પણ મુશ્કેલ થઈ એવી કફોડી હાલત પેદા થશે.
સરકાર હાલમાં જ્યારે આટલો બધો ટેક્સ વસુલે છે. નાણા ઉભા કરવાના બહાને દેશ ના સરકારી સંસ્થાનો એક પછી એક વેચી રહી છે ત્યારે દેશના નાગરિકોને આ મોંઘવારી અને આર્થિક મંદી ના માહોલમાં રાહત આપવાના બદલે વધારાનો આર્થિક બોજો દાખલ કરી રહી છે. માટે સરકાર તાત્કાલિક અસર થી ફેર વિચારણા કરી આ અન્યાયી નિયમ રદ કરવામાં આવે અન્યથા લોકો ના રોષ નો સામનો કરવા તૈયાર રહે.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર