યુરોપિયન યુનિયનના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત
અલંગ શિપ રિસાયકલિંગ ક્ષેત્રે વિશ્વનુ સૌથી મોટું કેન્દ્ર બને તેવો ભરોસો વ્યક્ત કરતાં મંત્રીશ્રી સોનોવાલ
ભારત સરકારના શિપીંગ, પોર્ટ્સ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલ આજે ભાવનગર જિલ્લાના અલંગ ખાતે આવેલા શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત લીધી હતી. એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડમાં ઉભી કરાયેલી વિવિધ વ્યવસ્થાનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. અહીં તેમણે યુરોપિયન યુનિયનના પ્રતીનિધિ મંડળ સાથે પણ મુલાકાત કરી હતી.
આ પ્રતિનિધિ મંડળમાં નોર્વેના મુંબઈ સ્થિત કોનસ્યુલેટ જનરલ શ્રી એમ્મા બો, રોયલ નોર્વેયન કોનસ્યુલેટ જનરલ શ્રી આર્ને જેન ફ્લોલો, ડેન્માર્ક એમ્બસીના શ્રી પારસ ગુપ્તા અને ડેન્માર્કના ટ્રેડ પોલિસીના કાઉન્સિલર મિઆ ઇજસિંગ લાયડોમ ઉપસ્થિત રહ્યા હતા.
અહીંના બે જહાજવાડાની મુલાકાત લઈ મંત્રીશ્રીએ શિપ બ્રેકિંગની વિવિધ પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત બાદ મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું હતું કે અલંગમાં ઉભી થયેલી વ્યવસ્થાના કારણે ગુજરાત અને અન્ય રાજ્યના ઘણાં લોકોને રોજગારીની તકો આપી છે.
આ મુલાકાતમાં કેન્દ્રીય મંત્રીશ્રી ઉપરાંત શ્રીમતી ડો ભારતીબેન શિયાળ (સાંસદશ્રી ભાવનગર), ડૉ. સંજીવ રંજન ( IAS) (સચિવ, શિપિંગ), શ્રી રાજેશ કુમાર સિંહા, (અધિક સચિવ શિપિંગ), શ્રી ભૂષણ કુમાર, (સંયુક્ત સચિવ, શિપિંગ), શ્રી રાજીવ જલોટા (ચેરમેન,IPA), શ્રી સુજીત કુમાર, (IAS) (મંત્રીશ્રીના PS), શ્રી યોગેશ નીરગુડે (IAS) (કલેકટરશ્રી ભાવનગર), શ્રી રવીન્દ્ર પટેલ (IPS) (જિલ્લા પોલીસ અધિક્ષક, ભાવનગર), શ્રી એસ.કે.મહેતા (IFS) (અધ્યક્ષ,DPA), શ્રી નંદીશ શુક્લા (IRTS) (ઉપાધ્યક્ષ DPA), નેશનલ શિપિંગ બોર્ડના સભ્ય શ્રી રાહુલ મોદી સહિતના અન્ય વરિષ્ઠ મહાનુભાવોએ આ સુવિધાની મુલાકાત લીધી હતી.