અંબાજી ખાતે ઘણી બધી શાળાઓ આવેલી છે.જે પૈકી મૈત્રી અંબે સોસાયટી ખાતે આવેલી કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલ છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે. આ જુનિયર સ્કૂલમાં બાળકોને દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવે છે. સ્ટાફમાં નંદુ શર્મા, રાખી શર્મા, હિમાંશી રાઠોડ (માલિક) પૂજા ગોયલ આચાર્ય તેમજ ધારા મેમ, શ્વેતા મેમ, સુનિતા મેમ, સુમન મેમ, વર્ષા મેમ, મીના દીદી અને ગાયત્રી મેમ હાજર હતા.
સોમવારે કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલમાં દાદા-દાદી દિવસની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં સ્કૂલમાં ભણતા બાળકોના દાદા-દાદી માટે એક રસપ્રદ રમતનું આયોજન કરીને તેમનું સન્માન કરાયું હતું. બધા દાદા-દાદીએ ખૂબ જ ઉત્સાહથી રમતમાં ભાગ લીધો.રમતમાં ભાગ લેનારા બધા દાદા-દાદીને ઇનામ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન શાળાના નાના બાળકોએ તેમના નૃત્ય દ્વારા તેમના દાદા-દાદીને જણાવ્યું કે તેઓ તેમના દાદા-દાદીને કેટલો પ્રેમ કરે છે.
રિપોર્ટર પ્રહલાદ પુજારી અંબાજી