શક્તિ ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે ઘણી બધી શાળાઓ આવેલી છે પણ નંબર વન શાળા અને સુંદર કામગીરી કરતી શાળા કિડ્સ ગાર્ડન સ્કૂલ જેમાં બાળકોને સુંદર સંસ્કારની સાથે સાથે ઉચ્ચ કક્ષાનું ભણતર આપવામાં આવે છે અને અહી ફી નું માળખું પણ અન્ય સ્કુલ કરતાં ઘણું ઓછું હોય છે. આ શાળામાં વર્ષ દરમિયાન આવતા હિન્દુ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે અને બાળકોને આ તહેવારોની વિશેષ માહિતી આપવામાં આવે છે
શિવરાત્રી પર્વ નિમિત્તે આ શાળામાં ભણતા બાળકો ભગવાન શિવના રંગે રંગાયા હતા.આ ઉત્સવ અંતર્ગત શિવજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ભગવાન શિવ અને પાર્વતીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પર્વની નાના બાળકો દ્વારા ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય પૂજા મેડમ ખાસ હાજર રહ્યા હતા, આ સિવાય અન્ય શિક્ષકો પણ હાજર રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી