વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે ધર્મપત્ની અને મિત્ર વર્તુળ સાથે જગતજનની માં અંબાના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આરતીનો લાભ લીધો હતો. મંદિરમાં માતાજીના પુજારીએ માતાજીની ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા.
હાલમાં આસો સુદ નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી માતાજીના દર્શન કરવા શ્રધ્ધાળુઓ અંબાજી આવી રહ્યા છે. મંત્રીશ્રીએ આજે સાતમા નોરતે ગર્ભગૃહમાં માતાજી સમક્ષ શિશ ઝુકાવી રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઇ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોરોના ના બે વર્ષના લાંબા અંતરાલ બાદ આ વર્ષે નવરાત્રિની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે મા જગદંબા આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશના વિકાસ માટે શક્તિ આપે એ જ માતાજીને પ્રાર્થના કરું છું.
મંત્રીશ્રીની સાથે સંગઠનના જિલ્લા સહકાર સેલના કન્વીનરશ્રી શૈલેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી