વલ્લભીપુર
2017માં કામ પડતું મુકાયું
પાણીના વાંકે ફરી કરવું પડ્યું વાવેતર
કપાસનું વાવેતર બળી ગયું
લિંક ન મળવાથી પાણી નથી છોડતું
પાણી વગરની કેનાલમાં પડ્યા ગાબડા
વલ્લભીપુર વિસ્તારમાં માઇનોર કેનાલનું કામ અધૂરું છોડી દેવાતા્ છેલ્લા પાંચ વર્ષથી તૈયાર થયેલી કેનાલ સૂકી ભઠ્ઠ પડી છે જેના કારણે વલભીપુર વિસ્તારમાં પાણીના અભાવે કપાસિયાનું બિયારણ બળી જતા ખેડૂતોને નવેસરથી કપાસ છોપવાનો વારો આવ્યો છે આ અંગે વલભીપુરના પત્રકાર ધર્મેન્દ્રસિંહ સોલંકી સંબંધિત અધિકારીઓ અને ગ્રામજનોની મુલાકાત લઇ વાસ્તવિકતાનો ક્યાસ મેળવવા પ્રયાસ કર્યો હતો.
વલ્લભીપુર શહેરની આસપાસના ગામડાઓમાં નર્મદાની માઇનોર કેનાલનું કામ 2017ના વર્ષ બાદ અધૂરું છોડી દેવાતા આ વિસ્તારોના ખેડૂતો દર વર્ષે ધારણા અનુસારનો પાક લઈ શકતા નથી. જ્યાં સુધી કેનાલ બની છે ત્યાંથી આગળની લિંક નહિ મળતા પાંચ વર્ષથી બની ચુકેલી કેનાલમાં હજુ સુધી એકવાર પણ પાણી છોડવામાં આવ્યું નથી. સુક્કો પ્રદેશ હોવાથી અને ભેજનું પ્રમાણ નહીંવત હોવાથી આ કેનાલમાં ગાબડા પડી ગયા છે. ક્યારેક ભારે વરસાદને લઈને આ કેનાલમાં પાણી આવી જાય છે ત્યારે ગાબડા પડેલી કેનાલનું પાણી ખેતરમાં ઘુસી જવાથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થાય છે.
અહેવાલ
ધર્મેન્દ્રસિંહ સોલંકી, વલ્લભીપુર