એબીએનએસ, રાધનપુર :. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગર પાલિકા ની નિષ્ક્રિય કામગીરી ને લઈને શહેરમાં ગંદકી નું ભરપૂર સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શહેરમાં અનેક જગ્યાએ સાફ સફાઈ થી લઈને ગટર વ્યવસ્થા ને લઈને અનેક પ્રશ્નો યથાવત જોવા મળી રહ્યા છે.
ત્યારે તાજેતરમાંજ રાધનપુર લાટી બજારના વેપારીઓ નગરપાલિકાની સાફ સફાઇ કામગીરીથી નારાજ થઇ ગંદકી દૂર કરાવવા વેપારીઓ દ્વારા નગરપાલિકાને મામતલદાર સમક્ષ લેખિતમાં સફાઈ કરાવવાની માંગ કરી હતી.
રાધનપુર શહેર ખાતે આવેલ લાટી બજારના વેપારી મણિલાલભાઈ પંચાલ દ્વારા મામલતદાર અને ચીફ ઓફિસરને લેખિત અરજી આપી લાટી બજારમાં ગટરની સમસ્યા છે. સફાઈની કામગીરી થતી નથી. સ્ટ્રીટ લાઇટ બંધ છે તેવી સમસ્યાઓને લઈને લેખિત અરજી કરવામાં આવી હતી.
નગરપાલિકાની ટીમ દ્વારા સફાઈની કામગીરી ન કરવામાં આવતી હોઇ વેપારીઓની દુકાનો પાસે કચરાના ઢગલા પડ્યા હોઇ ગટરના ગંદા પાણી વહેતા થયાં છે.જેને લઈને વેપારીઓ મા ભારે રોષ વ્યાપ્યો છે.
મહત્વનું છે કે વેપારી દ્વારા લેખિતમાં રજૂઆત કરવા છતાં આજદિન સુધી નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવી નથી કે કોઈ ગટરની કામગીરી પણ કરાતી નથી. નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર સામે વેપારીઓમાં નારાજગી સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવા છતાં આજદિન પાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવી નથી: વેપારી
રાધનપુર શહેર ખાતે આવેલ લાટી બજારના વેપારી મણિલાલભાઈ પંચાલ ના જણાવ્યા પ્રમાણે અમો દ્વારા મામલતદાર અને ચીફ ઓફિસરને લેખિત અરજી આપી રજુઆત સાફ સફાઈ અને સ્ટ્રીટ લાઈટ સહિત ગટરના પ્રશ્ન અંગે લેખિત રજૂઆત કરી છે
પરંતુ આજદિન સુધીમાં કોઈજ પ્રકાર ની કામગીરી કરવામાં આવી નથી.અહીંયા આ ધર્ વિસ્તારમાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે તેમજ સ્ટ્રીટ લાઈટો બંધ છે તેમજ ગટર વ્યવસ્થા ને લઈને અનેક સમસ્યાઓ છે.જૅ બાબતે રાધનપુર નગરપાલિકા માં ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. પરંતુ કામગીરી કરવામાં આવી નથી.