કપિલ પટેલ દ્વારા અરવલ્લી
લાયન્સ ક્લબ ઓફ હિંમતનગર ડિવાઈન અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે થેલેસીમીયા-સિકલ સેલ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત થેલીસીમીયા મેજર બાળકોનો જન્મ અટકાવવા સગાઈ પહેલા થેલીસીમીયાનુ બ્લડ પરીક્ષણ કરાવવું જરૂરી છે
તેનાથી વાકેફ કરી ૧૫૦ કન્યાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું..આ કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાનગરી કેમ્પસના વડા લાયન ડો.ડી.એલ.પટેલ, કેબીનેટ ઓફિસર મહેન્દ્ર ભાઈ પટેલ, રીજીયન ચેરમેન શ્રી પ્રકાશ ચંદ્ર વૈદ, લાયન્સ કલબ પ્રમુખ પી.પી.નાયી, પ્રોજેકટ ડાયરેક્ટર લાયન ડો. પ્રકાશભાઈ એચ પટેલ વગેરે ઉપસ્થિત રહી જરૂરી વિષયોક્ત માર્ગદર્શન આપવામાં આવેલ .