Latest

જામનગરના ઐતિહાસિક પ્રવાસન સ્થળ લાખોટા મ્યુઝિયમની મુલાકાત લેતા 79 વિધાનસભાના ધારાસભ્ય

જામનગર : ભારતીય જનતા પાર્ટીના વિકાસતીર્થ અભિયાન હેઠળ જામનગરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવા લાખોટા મ્યુઝિયમની જામનગરના -૭૯ દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને મ્યુઝિયમમાં સ્થિત ઐતિહાસિક ચીજ વસ્તુઓની પ્રદર્શની નિહાળી હતી. જેઓની સાથે ભારત સરકારના ‘પવન હંસ’ના ડાયરેક્ટર અમીબેન પરીખ તેમ જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા પણ જોડાયા હતા.

જામનગરના -૭૯ દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓએ ગઈકાલે બપોરે સમય કાઢીને ભારતીય જનતા પાર્ટીના વિકાસ તીર્થ અભિયાન હેઠળ જામનગરના ઐતિહાસિક લાખોટા કોઠા ની સાથેના મ્યુઝિયમ ની મુલાકાત લીધી હતી, અને તેમાં મુકાયેલા રાજાશાહી વખતના શસ્ત્રો તથા અન્ય પેઇન્ટિંગ સહિતની સામગ્રી તેમજ ઐતિહાસિક ચીજવસ્તુ વગેરેનું નિરીક્ષણ કરાયું હતું, અને તેની જાળવણી અંગેની વ્યવસ્થા નિહાળી હતી.

થોડા સમય પહેલાં વીજળી પડવાના કારણે લાખોટા કોઠા ને ભારે નુકસાની થઈ હતી, પરંતુ મહાનગરપાલિકા દ્વારા જે જે વિભાગમાં નુકસાની થઈ હતી, તેની મરામતની કામગીરી પૂર્ણ કરી લેવાઇ છે, અને હાલમાં લાખોટા મ્યુઝિયમ માં જામનગર સહિતના મુલાકાતીઓ નિદર્શન માટે આવી રહ્યા છે. જે સ્થળની ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના અધિકારી રાજીવ જાની અને તેમની ટીમ તથા ક્યુરેટર શ્રી ચૌઘરી અને તેમની ટિમ પણ સાથે જોડાઈ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *