Latest

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઈડર ખાતે ૭૬મા પ્રજાસત્તાક દિને ધ્વજવંદન કર્યું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરકાંઠાની ધરતી એટલે કર્મ, ધર્મ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ -અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રજાલક્ષી નિર્ણયોથી  વિશ્વમાં ભારતની આગવી ઓળખ ઉભી થઇ છે -અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

૭૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાબરકાંઠા જિલ્લાના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઈડર ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે  કરાઈ. અધ્યક્ષશ્રીએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કરી નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં  સ્થાનિકો સહભાગી બન્યા હતા.

દેશના નામી-અનામી સ્વાતંત્રવીરોના ચરણોમાં વંદન કરી 76મા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવાતા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ  ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના સીમાડા પર માતૃભૂમિના રક્ષણ માટે પ્રાણની પરવા કર્યા વગર લડતા સૈનિકોની શૌર્યગાથા સાંભળી ગૌરવ થાય છે.

આકાશમાં રાફેલની ગર્જના સાંભળી, સીમા પર ડ્રોન અને રોબોટથી થતી સુરક્ષા,ન્યુકિલયર સબમરીનનો ધૂંધવાટ સાંભળી, પ્રયાગરાજ મહાકુંભમાં ભારતીયો ભેગા થઈને વસુધૈવ કુટુમ્બકમની ભાવનાનું ચિંતન કરે, ચંદ્ર પર કોઇ નથી પહોંચ્યું એવી જગ્યાએ ભારતનો તિરંગો લહેરાતો જોઈ ભારતીય હોવાનો ગર્વ થાય છે.

વિશેષમાં તેમણે ઉમેર્યું હતું દેશની આઝાદીની ચળવળમાં સાબરકાંઠાનું યોગદાન અનેરુ રહ્યું  છે. સાબરકાંઠાની આ ધરતી એટલે કર્મ, ધર્મ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ. ઈડરનો ઈતિહાસ વૈભવશાળી રહ્યો છે. સફળતા કે શુભ પ્રસંગે “આજ અમે ઈડરિયો ગઢ જીતી આવ્યા રે આનંદ ભર્યાં ‘જે પંકિત સમગ્ર ગુજરાતમાં ગવાય છે અનેક વિદેશી આક્રમણ આક્રમણો  પણ ઇડરીયો ગઢ અજય રહ્યો  છે.

આ ભૂમિ અનેક તપસ્વીઓની ભૂમિ છે. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ રાજચંદ્રજીએ અહીં મહિનાઓ સુધી ઇડરીયા ગઢ ઉપર આરાધના કરી હતી. અનેક સંત મહાપુરુષોએ આ ધરતીને આધ્યમિકતાની અનુભુતી કરાવી છે. ઇડરીયા ગઢ ઉપર બૌદ્ધ સ્થાપત્યો અને જૈન દેરાસરોનો અમૂલ્ય વારસો ઇતિહાસને ઝળહળાવી રહયો છે. આ ધરતીએ ગુજરાતી સાહિત્યને ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલ જેવા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકારો આપ્યા છે.

આઝાદીની ચળવળ સમયે અંગ્રેજો સામેની લડાઈમાં પાલ ચિતરીયાનો હત્યાકાંડના આદિવાસી ભાઇ-બહેનોની આ શહાદતની સ્મૃતિઓના ઇતિહાસને અમર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આ સ્થળે શહિદ સ્મારક બનાવી શહિદોને અમરત્વપુર્ણ શ્રધ્ધાંજલિ અર્પી છે.

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પરેડ કમાન્‍ડરના નેતૃત્‍વમાં પોલીસ પ્‍લાટુન, હોમગાર્ડ પ્‍લાટુન, ગ્રામ રક્ષક દળ, જુનિયર-સિનિયર એન.સી.સી., અશ્વ દળ તેમજ પોલીસ બેન્‍ડની ટીમોએ શાનદાર પરેડમાં ભાગ લઇ રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી હતી. જયારે જિલ્લાની  વિવિધ શાળાના બાળકો ધ્‍વારા દેશભકિત ગીત, યોગાસન તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમમો રજુ કરાયા હતા.

આ પ્રસંગે જિલ્‍લા ખેતીવાડી વિભાગ, જિલ્‍લા શિક્ષણાધિકારી, ગ્રામ વિકાસ એજન્‍સી, ઉર્જા વિભાગ, પાણી પુરવઠા, વન વિભાગ અને આદિજાતિ વિભાગ સહિતના વિભાગો દ્વારા વિવિધ થીમ ઉપર ટેબ્‍લો રજુ કરવામાં આવ્‍યા હતા. જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારને અધ્યક્ષ  ના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ  શોભનાબેન બારૈયા,  ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા, હિંમતનગર ધારાસભ્ય વી ડી ઝાલા, જિલ્લા કલેકટર ડૉ. રતન કંવર ગઢવી ચારણ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ અધિકારી વિજય પટેલ સહિત વિવિધ પદાધિકારીઓ, અધિકારી ઓ, વિદ્યાર્થીઓ અને જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાબરકાંઠા જિલ્લાના કક્ષા નો ઇડર તાલુકામાં આર્ટ્સ-કોમર્સ કોલેજ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના કક્ષા નો ઇડર તાલુકામાં આર્ટ્સ-કોમર્સ…

ગુજરાત ના વરિષ્ઠ પદ્મશ્રી એવોર્ડ વિજેતા પત્રકાર દેવેન્દ્ર પટેલ નું આજે ધનસુરા ખાતે સન્માનિત કરવામાં આવ્યા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી અરવલ્લી જિલ્લા નું ઘરેણું અને સમગ્ર ગુજરાત ના અખબાર જગત…

1 of 578

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *