કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના માલપુરમાં ગઈ તારીખ 9/ 7/ 2023 ના રોજ યામાહા શો રૂમ ખાતે અરવલ્લી જિલ્લાના તમામ લેઉવા પાટીદાર ગોળના પ્રમુખો, ઉપપ્રમુખો, મંત્રીઓ કારોબારી સભ્યશ્રીઓ તથા સમાજના સામાજિક આગેવાનો ની બેઠકો યોજાઈ
બેઠકમાં 13 જિલ્લાના જુદા જુદા ગામોના ગોળને એક કરી એક મજબૂત સમાજનું નિર્માણ કાર્ય કરવું સમાજના દીકરા દીકરીઓ ને કોઈપણ ટ્રેનિંગ માટે બહાર જવું ના પડે તે માટે ટ્રેનિંગ સેન્ટરો ઉભા કરવા તેમજ અમદાવાદ ગાંધીનગર જેવી મેગાસિટીમાં 13 જિલ્લાના લેઉવા પાટીદાર સમાજનું એક શૈક્ષણિક સંકુલન નું નિર્માણ કરવું
આ 13 જિલ્લાના પાટીદારોનું એક જ સંગઠન તૈયાર થાય અને આખા સમાજમાં દીકરા દીકરીઓ સંબંધના તાતણે બંધાય તેવા પ્રયત્નો કરવા બેઠકમાં સમાજને એક કરવાનું બીડુ ઉઠાવ્યું છે એવા 4 ગામ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ (મહેસાણા)અને ઉત્તર મધ્ય ગુજરાત લેઉવા પાટીદાર સમાજના કાર્યકારી પ્રમુખ હિરેનભાઈ પ્રેમચંદભાઈ પટેલ, 9 ગામ ગોળના પ્રમુખ મહેન્દ્રભાઈ બી પટેલ, સાબરકાંઠા લેઉવા પાટીદાર સમાજ( 38 ગામ)પ્રમુખ સંજયભાઈ પટેલ, 22 ગામ ગોળના પ્રમુખ ડોક્ટર ડી એલ પટેલ, 36 ગામ લેવા પાટીદાર સમાજના પ્રમુખ અમૃતભાઈ પટેલ, માલપુર લેઉવા પાટીદાર સમાજ મંડળ ના પ્રમુખ વિનોદભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખો, મંત્રીઓ અને કારોબારીના સભ્યો, યુવાનો, વડીલો ઉપસ્થિત રહ્યા.
અને સમાજના આ ભગીરથ કાર્યમાં જોડાવા માટે આવેલા આગેવાનોએ અરવલ્લી જિલ્લાના લેઉવા પાટીદાર સમાજના સમસ્ત આગેવાનો નાગરિકનો આભાર માન્યો હતો સેવા – સહકાર – સંગઠન
ભેગા થવું એ શરૂઆત છે ભેગા રહેવું તે પ્રગતિ છે
પરંતુ ભેગા મળીને કામ કરવું તે સફળતા છે