અમદાવાદ: દિંવગત આ. મંજુલાબેન કિરીટભાઈ સોલંકીની પુણ્યસ્મૃતિમા લોક કલ્યાણ અને સામાજિક પ્રતિબધ્ધતાની મશાલને ઉજાગર રાખતી પ્રતિભાસંપન્ન મહિલા આગેવાનોને “આદરણીય મંજુલાબેન કીરીટભાઈ સોલંકી સ્મૃતિ એવોર્ડ” થી સન્માનિત કરવાનો સંકલ્પ શ્રી. સમાલ પરગણા ગુરુ બ્રાહમણ સમાજ શૈક્ષણિક સંકુલ હોલ, પાટણ ખાતે યોજવામાં આવનાર છે.
આ એવોર્ડ વિવિધ સેવાકીય પ્રવૃતિ કરીને સમાજને મદદરૂપ થનાર મહિલા અગ્રણીઓને આપવામાં આવનાર છે.. આ. મંજુલાબેન કીરીટભાઈ સોલંકીએ આદરેલી સામાજિક સેવાઓની જયોતને બરકરાર રાખવાના આશયથી આ એવોર્ડની શરુઆત કરવામાં આવી છે.. જેનાથી સેવાકીય પ્રવૃતીઓમા પોતાનું યોગદાન આપી રહેલી મહિલા અગ્રણીઓને નૈતિક મનોબળ પુરુ પાડી શકાય તેમજ દિંવગત મંજુલાબેન કીરીટભાઈ સોલંકીના અધૂરા રહેલા સામાજિક કાર્યોને પણ નિષ્ઠાપૂર્વક આગળ ધપાવી શકાય.એ માટે આ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવી રહયુ છે