આ પ્રસંગે જીપીસીબીના ક્ષેત્રીય અધિકારી શ્રી વિજય રાખોલીયા, એઆઇએ પ્રમુખ શ્રી જસુભાઈ ચૌધરી, નોટીફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન શ્રી મનસુખભાઇ વેકરીયા, ભરૂચ જીલ્લા સીએસઆર અધિકારી શ્રી વિન્સેન્ટ, ડીપીએમસીના ચીફ કોઓર્ડિનટર શ્રી વિજય આસર, લુપિનના સાઇટ હેડ શ્રી અમિત પટેલ, ઇત્યાદીઓએ પ્રસંગોચિત ઉદબોધન કરેલ.
આ પ્રસંગે નોટીફાઈડ એરિયા ઓથોરિટીના મુખ્ય અધિકારી શ્રી વિપુલ ગજેરા તેમજ ડીપીએમસી, નોટીફાઈડ એરિયા ઓથોરિટી અને લુપિનના અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહેલા.
લુપિન ફાઉન્ડેશન તરફથી ડીપીએમસી અંકલેશ્વરને પ્રાપ્ત આ મશીનના વિવિધ ફાયદાઓ મહાનુભાવોએ વર્ણવેલ અને આક્સમીક ઘટના દુર્ઘટના સમયે મશીનની ઉપયોગીતા વિશે સમજ આપેલ.
ભાવેશ મુલાણી, ભરૂચ.