Latest

લુપિન લિમિટેડ અંકલેશ્વર મુકામે ભરૂચ જીલ્લા વહીવટી તંત્રના માય લીવેબલ અંકલેશ્વર પ્રોગ્રામ હેઠળ લુપિન ફાઉન્ડેશન તરફથી ડીપીએમસી અંકલેશ્વરને અનુદાનમાં અપાનાર કેનન ફોગ – પ્રદુષણ નિયંત્રક યંત્રનો ઉદ્ઘાટન અને પ્રદર્શન નો પ્રસંગ યોજાયો

આ પ્રસંગે જીપીસીબીના ક્ષેત્રીય અધિકારી શ્રી વિજય રાખોલીયા, એઆઇએ પ્રમુખ શ્રી જસુભાઈ ચૌધરી, નોટીફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન શ્રી મનસુખભાઇ વેકરીયા, ભરૂચ જીલ્લા સીએસઆર અધિકારી શ્રી વિન્સેન્ટ, ડીપીએમસીના ચીફ કોઓર્ડિનટર શ્રી વિજય આસર, લુપિનના સાઇટ હેડ શ્રી અમિત પટેલ, ઇત્યાદીઓએ પ્રસંગોચિત ઉદબોધન કરેલ.

આ પ્રસંગે નોટીફાઈડ એરિયા ઓથોરિટીના મુખ્ય અધિકારી શ્રી વિપુલ ગજેરા તેમજ ડીપીએમસી, નોટીફાઈડ એરિયા ઓથોરિટી અને લુપિનના અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહેલા.

લુપિન ફાઉન્ડેશન તરફથી ડીપીએમસી અંકલેશ્વરને પ્રાપ્ત આ મશીનના વિવિધ ફાયદાઓ મહાનુભાવોએ વર્ણવેલ અને આક્સમીક ઘટના દુર્ઘટના સમયે મશીનની ઉપયોગીતા વિશે સમજ આપેલ.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *