રેડક્રોસ ની મેડિકલ ટિમ સાથે icu એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે રાખવા માં આવી
આજરોજ ભાવનગર શહેર ના વાઘાવાડી રોડ પર આવેલ મધવહીલ ની બહુમાળી બિલ્ડીંગ નો એક ભાગ આજે એકાએક ઘરાશાહી થતા તંત્ર ની ટિમો ઘટના સ્થળે પહોંચી હતી જેમાં એક નું મોત થયેલ છે અને 17 જેટલા લોકો ઘાયલ થયા છે હજુ કામગીરી ચાલે છે
ત્યારે ઘટના ની જાણ થતાં જ તંત્ર ની સાથે મદદ માં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર ની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની ટિમ , મેડીકલ ટિમ અને icu એબ્યુલન્સ ઘટના સ્થળે રાખવા માં આવેલ અને ટિમ દ્વારા શક્ય તેટલી વહીવટી તંત્ર ને મદદરૂપ થવા ની કામગીરી માં જોડાયા હતા.રેડક્રોસ ભાવનગર ની ડીઝાસ્ટર મેનેજન્મેન્ટ અને મેડિકલ ટિમ સતત ઘટના સ્થળે સાથે રહી હતી.