માહિતી અધિકાર અધિનિયમ અન્વયે માહિતી માંગવી દરેક નાગરિકનો અધિકાર છે. ત્યારે ઊનાના અરજદાર રસિક ચાવડા એ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જૂનાગઢ પાસે વિવિધ મુદ્દાઓને લઈ જરૂરી માહિતી માંગી હતી.પરંતુ કાયદા નું ખોટું અર્થઘટન કરી માહિતી આપવમા આવેલ ન હતી.
અને રેકર્ડ તપાસવા માટે રૂબરૂ આવવા અરજદારને જણાવવામાં આવ્યું.ત્યાર બાદ અરજદાર ચાવડા એ પત્ર લખી રૂબરૂ આવવા ની જરૂરિયાત ન હોય માહિતી આપવા માટે વિનંતી કરવામાં આવી હતી.પરંતુ ખોરાક અને ઔષધ વિભાગ ના માહિતી અધિકારી ,ઔષધ નિરીક્ષક પી.બી. બલર ની સહી થી અરજદારને એક પત્ર મોકલવામાં આવ્યો હતો જેમાં અરજદારને માહિતી મેળવવામાં રસ નથી એટલે આર. ટી.આઇ.અરજી દફતરે કરવામાં આવે છે.એટલે અત્ર ઉલ્લેખનીય છે કે કાયદા મુજબ દરેક નાગરિક ને માહિતી માંગવાનો અધિકાર છે ત્યારે રસ છે કે નહિ એ અધિકારી નક્કી કરશે કે કેમ? અને કાયદા મુજબ જ જરૂરી ફી ફરી માહિતી માંગવામાં આવી હતી ત્યારે પોતાના મન ના તરંગ પ્રમાણે ફરજ બજાવતા અને જે શબ્દ કાયદા માં નથી એવા શબ્દો પ્રયોગ કરી કાયદા ને ઘોળી ને પિય ગયા હોય તેમ જવાબ કરી માહિતી થી નાગરિકો ને દુર રાખવાનો પ્રયાસ કરે છે.ત્યારે આવા માહિતી અધિકારી સામે પગલાં લેવાશે કે અરજદાર ચાવડા ને માહિતી મળશે કે કેમ તે જોવાનું રહ્યું.
તેમજ મળતી માહિતી મુજબ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જૂનાગઢ અને ગીર સોમનાથ વિભાગ ના અધિકારીઓ તપાસ કરવા અને સેમ્પલ લેવા આવતા હોય છે ત્યારે આશિયેશન ના પ્રમુખ અને વેપારીઓને પણ તપાસ પૂર્વે જાણ કરી દેવામાં આવતી હોય છે. ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે.આ અધિકારી ને કેટલા જિલ્લા નો ચાર્જ છે? કેટલા વર્ષ થી ચાર્જ માં છે? અને તેના કાર્યકાળ માં કેટલી તપાસ કરવામાં આવી અને એ તપાસ માં શું પગલાં લીધા? તેની પણ તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેવી આશંકા છે! ત્યારે આ બાબતે તપાસ કરવામાં આવે તેવી જાગૃત નાગરિક દ્વારા માંગ ઉઠવા પામી છે.!