મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનની મહુવા-સુરત સુપરફાસ્ટ ટ્રેન (20956)ને 18મી જુલાઈ, 2022થી આગામી છ મહિનાના સમયગાળા માટે નિંગાળા સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન સપ્તાહમાં 5 દિવસ સોમવાર, મંગળવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર નિંગાલા સ્ટેશન પર રોકાશે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, હવેથી, ટ્રેન નંબર 20956 મહુવા-સુરત સુપરફાસ્ટ સપ્તાહમાં 5 દિવસ (ગુરુવાર અને શનિવાર સિવાય) 18મી જુલાઈ, 2022થી 22.00 કલાકે નિંગાળા સ્ટેશને આવશે અને 22.01 કલાકે ઉપડશે.
એ જ રીતે ટ્રેન નંબર 20955 સુરત-મહુવા સુપરફાસ્ટ 19મી જુલાઈ, 2022થી સપ્તાહમાં 5 દિવસ (ગુરુવાર અને શનિવાર સિવાય) સવારે 06.02 કલાકે નિંગાળા સ્ટેશન આવશે અને 06.03 કલાકે ઉપડશે.
ટ્રેનના સ્ટોપેજ, સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.