ભચાઉ મધ્યે પશ્ચિમ ભારત મજદૂર અધિકાર મંચ તેમજ સંઘર્ષ સેવા સંસ્થા પાટડી સૌજન્ય કચ્છ જિલ્લા માં મજદૂર વર્ગ માટે સતત કાર્યરત મજદૂર અધિકાર મંચ કચ્છ દવારા મજદૂર સંમેલન નું આયોજન કરવા આવ્યું
જેમાં સંયોજક ગુજરાત હાઈકોર્ટે ના એડવોકેટ અશોક સમ્રાટ,કન્વીનર દિપક ભાઈ ડાભી,સંઘર્ષ સેવા સંસ્થા ના સંસ્થાપક એલ.એસ.(લક્ષ્મણ )પરમાર ગુજરાત હાઈકોર્ટે ના એડવોકેટ મનસુખ ભાઈ ચૌહાણ , ભરત ભાઈ ઠક્કર મંત્રી શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મનજી ભાઈ રાઠોડ પ્રમુખ ભચાઉ કોંગ્રેસ,દિલીપ ભાઈ ,એડવોકેટ કલ્પના બેન,જિજ્ઞા બેન પરમાર,પ્રકાશ ભાઈ પરમાર,જયદીપભાઈ પરમાર, સુનિલ રાઠોડ જનરલ સેક્ટરી મજદૂર અધિકાર મંચ કચ્છ દિનેશ ભાઈ ચરપોટ પ્રમુખ સુમિત્રા બેન ભુરિયા,મનીષા બેન,શાંતી બેન મેરિયા કર્મશીલો દવારા મજદૂર હક અધિકાર હિતો ની રક્ષા તેમજ મજદૂર વર્ગ ના જીવન માં નવચેતન પ્રજ્વલિત થાય અને મજદૂર પ્રાણ પ્રશ્નો મુદ્દે ગંભીરતા પૂર્વક સંમેલન માં સંવાદ કરવા માં આવ્યું જેમાં મજદૂર ની જે રાજ્ય સરકાર તેમજ સુપ્રિમકૉર્ટ દવારા લઘુતમ વેતનધારો બહાર પડાયું છે
તેનું કોઈ જગ્યા પર અમલીકરણ નથી કરાઈ રહ્યો જે સમગ્ર મજદૂર વર્ગ માટે ચિંતા નું વિષય છે જેમાં લઘુત્તમ વેતન ધારા મુજબ ખેત ભાગીયા,કડીયા કામદારો,કંપની કામગારો તેમજ તાલુકા જિલ્લાઓ ની વિવિધ કચેરીઓ માં કોન્ટ્રાક્ટ સીસ્ટમ આઉટ સોર્સ ક્ષેત્રે પણ શોષણ કરાઈ રહ્યો છે તેમ સતા સરકાર આંખ આડા કાન કરી રહી છે જે સમગ્ર મજદૂરો હળહળતી અપમાન થઈ રહ્યો છે
ત્યારે મજદૂર અધિકાર મંચ જનરલ સેક્ટરી સુનિલ રાઠોડ દવારા આ ગંભીર મુદ્દે આ તાલુકા લેવલ ના સંમેલન થકી આગામી સમય માં જિલ્લા લેવલ વિશાળ મજદૂર સંમેલન નું આયોજન કરી ને કોઈ વિરુદ્ધ વગર તાર્કિક રીતે સરકાર સમક્ષ રજુઆત કરવા ના ઉદેશ્ય સાથે જિલ્લા લેવલ નું મજદૂર સંમેલન યોજવા નું નક્કી કરાયું
તેમજ મજદૂર ના કાયદાઓ નું અમલીકરણ થાય તેંમજ મજદૂર ના હક અધિકાર હિતો નું રક્ષણ કરવા ની સરકાર ની નૈતિક જવાબદારી સે તેને પણ પૂર્ણ કરે જ્યાં લઘુત્તમ વેતન પ્રવાસી મજદૂર ના રહેઠાણ માં લાઈટ પાણી અને વીજળી ની સુવિધાઓ પુરી પાડી ને દેશ ના નિર્માણ કરતા મજદૂર વર્ગ ને ન્યાય આપે મજદૂર સંમેલન માં મોટી સંખ્યા માં મજદૂર વર્ગ જોડાયું હતું.
ભાવેશ મુલાણી, ભરૂચ.