Latest

માલપુર તાલુકાના માલજી ના પહાડીયા ગામે ગામ ના યુવાનો દ્વારા સૌ પ્રથમ વાર ગણેશ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું..

 

કપિલ પટેલ દ્દ્વારા અરવલ્લી

માલજી ના પહાડીયા યુવક મંડળ દ્વારા ચાલુ વર્ષે વિઘ્નહર્તા ગણેશજીની પુજા અર્ચના કરવા અને તમામ વિઘ્નો દુર થાય તેમજ ગણેશજી ની કૃપા થી સૌ લોકો નું આરોગ્ય સુખાકારી વાળું રહે..

તે માટે ઞામ માં પ્રથમ વાર ગણપતિ બાપ્પા ની મૂર્તિ લાવી ગામ માં રાજા ગણેશજી ની ભવ્ય શોભાયાત્રા કાઢી વિઘ્નહર્તા ગણેશજીની પૂજા અર્ચના કરી સ્થાપના કરવામાં આવી હતી..

અને પ્રથમ ગણપતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.. દશ દિવસ દરમિયાન વિઘ્નહર્તા ગણેશજીની પૂજા અર્ચના માટે રોજે રોજ અલગ અલગ ભજન મંડળીઓ બોલાવવામાં આવી છે. અને વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે..

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે યુવક મંડળ ના ઉત્સાહી કાર્યકરો જગદીશ પટેલ, અમિષ પટેલ,જીગર પટેલ, અંકીત પટેલ,વિમલ પટેલ , કાર્તિક પટેલ, ધ્રુમિલ પટેલ સહિત ના તમામ યુવા ઉત્સાહી કાર્યકરોએ જહેમત ઉઠાવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *