ગાંધીધામ : પહેલી જુલાઈ એટલે કે વિશ્વ ડોક્ટર દિવસ . વિશ્વના તબીબો ને સન્માનીત કરવાનો દિવસ એમને સેલ્યુટ કરવાનો પ્રસંગ.
માનવતા ગ્રુપ આદિપુર કચ્છ દ્વારા આદિપુર ની રામબાગ હોસ્પિટલ માં આજે ડો. વિવેક વી. સોલંકી, ડો. રામ પરમાર, પરિચારિકાઓ સર્વ શ્રી તેજોત મિત્તલ, કુવારદિયા કૃષા તેમજ મોબારસા પૂજા વિગેરે ની પ્રત્યક્ષ મુલાકાત લઇ તેમને ફૂલહાર અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિશ્વ ડોક્ટર દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી .
આપણે સૌ જાણીએ છીએ કે બાળકના જન્મથી લઇ વૃદ્ધાવસ્થા સુધી આપણને ડોક્ટરની સેવાઓની જરૂર પડતી હોય છે. સાથે સાથે કોઈપણ પ્રકારની મહામારી હોય ,કુદરતી આપત્તિઓ હોય કે કોઈ પણ પ્રકારની સારવાર માટે ડોક્ટર ખડે પગે પોતાની સેવાઓ આપતા હોય છે .બીજા શબ્દોમાં કહીએ તો ડોક્ટર ને સફેદ સુટ માં ભગવાનની ઉપમા આપેલી છે. ડોક્ટરો પોતાના જીવ ના જોખમે વાવાઝોડું હોય , ભૂકંપ હોય, કોરોના હોય અને કોઈ પણ પ્રકારના ચેપી રોગ સામે પોતાના જીવના જોખમે નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ બજાવતા હોય છે. બીજાં શબ્દોમાં કહીએ તો જીવન થી મૃત્યુ સુધીનો સાથ ડોક્ટર આપે છે. આથી વિશ્વ ડોક્ટર દિવસે ડોક્ટરો નું સન્માન થવું જ ઘટે.
રામબાગ હોસ્પિટલ મઘ્યે આ સન્માન સમયે માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા, મોહન ઉદાસી, મીના તેજવાણી , મનીષા વલેચા, ભાવના પહેલવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ભાવેશ મુલાણી, ભરૂચ.